Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા આઇ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે ફતેપુરાના આગેવાન સહિત તથા કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કર્યુંઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત આગેવાનો તથા કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના સમૂહગાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ આ તકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ ગ્રહણ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રગીત વંદે માતરમ ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી શરદભાઈ ઉપાધ્યાય સરપંચ શ્રી પ્રવીણભાઈ પંચાલ ફતેપુરાના ભાજપના આગેવાનો ડોક્ટર અશ્વિનભાઈ પારગી પંકજભાઈ પંચાલ રિતેશભાઈ કલાલ કપિલભાઈ નાહર તાલુકા ભાજપ પ્રમુખ સહિત હાઈ સ્કૂલના આચાર્ય હેમંતભાઈ પંચાલ શિક્ષક શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

Share

Related posts

ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છે

gujaratjanekta

રાત્રિના સાલાપાડા ગામેથી પરત ફરતી જાનૈયાઓની ગાડી રોકી ગાડીમાં બેસેલ દુલ્હનના અપહરણના ગંભીર પ્રકારના ચર્ચાસ્પદ ગુન્હાને અંજામ આપનારઆરોપીઓને ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ.

gujaratjanekta

કામની વાત / ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે આ 5 ભૂલો ન કરતા, નોટિસ અને ટેક્સ બંનેથી બચી જશો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial