રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પરીક્ષા કેલેન્ડર બહાર પાડવામાં આવે છે અને દર વર્ષે ગુજરાતના લાખો ઉમેદવારો સરકારી જમાઈ બનવા રાત દિવસ ઉજાગરા કરી પોતાનું વતન છોડી ક્લાસીસ અને એકેડમી માં જોડાય છે. ઉમેદવારોને ભરોસો હોઈ છે કે આ વર્ષે સરકાર મોટી ભરતી બહાર પાડશે, વાંચવાનો પૂરતો સમય આપશે, ઓનલાઇન ફોર્મ ભરવામાં સર્વર ડાઉન નહીં થાય જેવા વિગેરે પ્રશ્નો મનમાં ને મનમાં ખૂંચતા હોય છે પણ સરકાર સામે બોલે કોણ??
ગતરોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ખાતે જ્ઞાન લાઈવ એકેડમીના શ્રી મહેશ આહજોલિયાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો સાથે રહી એક આવેદનપત્ર સાથે રજુઆત કરવામાં આવી હતી. જેમા જણાવ્યું કે થોડા સમય પહેલા રાજ્ય પરીક્ષા બોર્ડ – ગાંધીનગર દ્વારા TET-1 ની પરીક્ષાની જાહેરાત આપવામાં આવી હતી. જે પરીક્ષા માટેનો નવો અભ્યાસક્રમ 8 ઓક્ટોબર, 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્ય પરીક્ષા બોર્ડ ને અભ્યાસક્રમ તૈયાર કરવા માટે બે મહિનાથી વધારે સમય લાગ્યો તે જ અભ્યાસક્રમની તૈયારી કરી રહેલા લાખો વિધાર્થીઓને તેનાથી પણ ઓછો સમય આપવો એ કઈ રીતે યોગ્ય અને ન્યાયી ગણી શકાય ?? તથા D.ELED દ્વિતીય વર્ષના ઉમેદવારોને TET-1 માટે ફોર્મ ભરવાની પરવાનગી આપવામાં આવે તેમજ નવો અભ્યાસક્રમ C TET પરીક્ષાને અનુસરીને નક્કી કર્યો છે તો ઉમેદવારોને ઓછામાં ઓછા ચાર મહિનાની આસપાસનો સમય આપવામાં આવે તો વિદ્યાર્થઓ સંપૂણ તૈયારી કરી શકે. પરંતુ અભ્યાસક્રમ તદ્દન નવો આપવા છતાં માત્ર 32 દિવસ ફોર્મ ભરવાની અંતિમ તારીખથી આપવામાં આવ્યો છે જે અયોગ્ય કહી શકાય.

ભવિષ્યમાં યોજનાર TET-2 TAT(S) તથા TAT(HS) પરીક્ષામાં પણ B.ED ના દ્વિતીય વર્ષના ઉમેદવારોને લાયક ગણવા તેમજ તે તમામ પરીક્ષાઓની પણ જાહેરાત આપ્યાના દિવસથી ઓછામાં ઓછા 4 મહિના (120 દિવસ) નો સમય આપવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે ગતરોજ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યાંમાં જોડાયા હતા અને પરીક્ષાની તારીખ ફેબ્રુઆરી મહિનામાં પાછળના પખવાડિયામાં રાખવામાં આવે તો વિદ્યાર્થીઓ ને પૂરતો સમય મળી રહે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

