Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસને મળી મોટી સફળતા : વિદેશી દારૂનો 1,52,71,776 નો વિદેશી દારૂ ઝડપાયોએક વ્યક્તિની અટકાયતી અન્ય ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો

પંકજ પંડિત

ઝાલોદ ડીવાય.એસ.પી ડી.આર.પટેલને મળેલ હતી કે રાજસ્થાનના મોનાડુંગર થઈ એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં બુટલેગરો દ્વારા ઠાલવવામાં આવી રહેલ તેને લઈ ઝાલોદ પોલીસ સ્ટેશનની ઘાવડીયા ચેક પોસ્ટ પર પી.આઈ કે.કે.રાજપૂત ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ સી.કે.સીસોદીયા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી આવતા જતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. બાતમી વાળું ટ્રક RJ-09-GB-1698 રાજસ્થાનના મોનાડુંગર તરફ થી આવી રહેલ હતી પોલીસ દ્વારા સિમેન્ટના ટ્રક ઉપર ચઢી ચેક કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકના કન્ટેનરમા બનાવેલ ચાર ખાનામાં ઉપર સુધી ઠાંસોઠાંસ વિદેશી દારૂની પેટીઓ ભરેલ હતી જેથી પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઇવર ખેમારામ રાવતરામ ચારણ ( રહે.ઓડુ, પો.સીણઘરી, તા.સીવાના, જી.બાઢમેર,રાજસ્થાન) ની અટકાયત કરી વધુ તપાસ માટે ટ્રક કન્ટેનરને ઝાલોદ પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ હતી.
ઝાલોદ પોલીસ સ્ટેશનમા વિદેશી દારૃ ભરેલ ટ્રક કન્ટેનરને લાવતા તેને ખાલી કરવામાં આવતા તેમાં વિદેશી દારૂની 1102 પેટી મળી હતી જેમાં કુલ 29,460 વિદેશી દારૂની બોટલો હતી જેની કિંમત 1,52,71,776,મોબાઈલ 5000 તેમજ સિમેન્ટનુ ટેન્કર 20,00,000 મળી કુલ 1,72,76,776 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળેલ હતી. જાણવા મળેલ સૂત્રો મુજબ આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પકડી પાડવાનો પ્રથમ ગુનો ઝાલોદ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ છે જે એક રેકોર્ડ છે. પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપતાં બુટલેગરોમા ફફડાટ પણ વ્યાપી ગયેલ હોવાનું જાણવા મળેલ છે.ઝાલોદ પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવરની વધુ પૂછપરછ કરવામાં આવતા તેણે કહ્યું હતું કે અસલારામ ભીમારામ ગોરસ્યા ( બાડમેર) એ ટ્રક વડોદરા ખાતે લઈ જવા માટે બોલાવેલ હતો અને આ માલ ભરી આપનાર ભુરારામ કાળુંરામ ચારણ ( બાડમેર) એ આ વિદેશી દારૂ ભરેલ ટ્રક વડોદરા સેટી શર્માને લઈ જઈ આપવાનું કહ્યું હતું. પોલીસ દ્વારા ટ્રક માલિકની તપાસ કરતા આ ટ્રક મોહનરામ રાધારામ બછરાઉ ( બાડમેર) નું હોવાનું માલુમ પડેલ હતું. આમ ઝાલોદ પોલીસને પકડાયેલ એક આટોપી અને અન્ય ચાર એમ કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

Share

Related posts

બનાસકાંઠાના નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

gujaratjanekta

ઝાલોદ કેળવણી મંડળની ચુંટણી યોજાઈ

gujaratjanekta

હિંમતનગર ગ્રોમોર સ્કુલ એન્ડ કોલેજ ખાતે થનગનાટ ૨૦૨૨ નવરાત્રી મહોત્સવ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial