Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના વણકતલાઈ હનુમાનજી મંદિરે શ્યામ પાટોત્સવ ( જન્મોત્સવ) ની હર્ષભેર ઉજવણી કરવામાં આવીમંદિર પરિસરને ફુગ્ગાઓ થી સજાવવામાં આવ્યું

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં આજરોજ 01-11-2025 શનિવારના રોજ દેવઉઠી એકાદશીના રોજ સવાર થી જ વણકતળાઈ મંદિરે શ્યામ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડેલ હતી સવારથી જ શ્યામ ભક્તોનો ઘસારો મંદિર ખાતે જોવા મળતો હતો. મંદિર પરિસરમાં આવતા શ્યામ ભક્તો એ શ્યામ બાબાના જય જયકાર સાથે વાતાવરણ ગુંજાવી દીધેલ હતું. શ્યામ બાબાના મનમોહક અને અલૌકિક દર્શન કરી શ્યામ ભક્તો પોતાને ખુશ નસીબ માનતા હતા. શ્યામ બાબાના દર્શન માત્ર થી દરેક શ્યામ ભક્તોની વિપદા દૂર થાય છે તેવું ભક્તોનું માનવું છે. શ્યામ બાબા પાસે અરજી લઈને આવેલ કોઈપણ ભક્ત ખાલી હાથે જતું નથી અને બાબા શ્યામ દરેક ભક્તોની મનોકામના ચોક્કસ પૂર્ણ કરે જ છે તેવું ભક્તોનું માનવું છે.
શ્યામ ભજન અમૃત વર્ષા પહેલા સુંદરકાંડ પાઠનું રસપાન કરવામાં આવ્યું હતું. જેનો લ્હાવો પણ શ્યામ ભક્તો એ લીધો હતો. આજે શ્યામ હવેલીનો નજારો સ્વર્ગ ધામ જેવો લાગતો હતો. આખું મંદિર પરિસર ફુગ્ગા ઓ થી સજેલું જોવા મળતું હતું. શ્યામ ભક્તિ રસ પીરસવા આવેલ કોલકાતાના કલાકાર દ્વારા સુંદર ભાવ ભજન કિર્તન કરવામાં આવેલ હતું. શ્યામ ભજનમા ભાવિક ભક્તો લીન થઈ ગયેલ હતો. ભાવ ભજનમા શ્યામ ભક્તો નાચતા ઝુમતા પણ જોવા મળતા હતા સાથે સાથે રાસ ગરબાની રમઝટ પણ કરવામાં આવી હતી. ભાવિક શ્યામ ભક્તોના બાબાના દરબારમાં સહુ લોકોને પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાબા શ્યામનુ અનુપમ શણગાર મન મોહી લે તેવો લાગતો હતો. સાથે સાથે બાબા શ્યામની દિવ્ય જ્યોત દર્શન, 56 ભોગ સાથે સાથે રાત્રી દરમ્યાન ફટાકડાની ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. મોડી રાત્રે બાબા શ્યામની આરતી કરી બાબા શ્યામના 56 ભોગનો પ્રસાદ લઈ બાબા શ્યામના ભાવિક ભકતો બાબા શ્યામના જય જયકાર સાથે છૂટા પડ્યા હતા.

Share

Related posts

કાલોલ તાલુકાની કે.કે વિદ્યામંદિર શાળામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

અમદાવાદ – ડ્રગ્સના દૂષણ સામે સિંધુભવન પર બની શકે છે નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન, અગાઉ કરાયો હતો સર્વે

Admin

એસ.પી.હાઈસકુલ સંતરામપુર ખાતે મફત મેડીકલ નિદાન કેમ્પ ને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial