Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

રાષ્ટ્રિય એકતા દિવસ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ

જિલ્લા પોલીસ દ્વારા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના પવિત્ર અવસરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ‘રન ફોર યુનિટી’ માં મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંદેશો જન-જન સુધી પહોંચાડવાના મુખ્ય ઉદ્દેશ્યથી આયોજીત આ કાર્યક્રમનો પ્રારંભ ગોધરા ખાતે વિશ્વકર્મા ચોકથી કરવામા આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત સૌ કોઈએ એકસાથે એકતા શપથ લીધા હતા. આ રન ફોર યુનિટી રામસાગર તળાવ ખાતે પહોંચી ત્યાં તેનો સમાપન સમારંભ યોજાયો હતો, જ્યાં મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ ચઢાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે રેન્જ આઇજી શ્રી રાજેન્દ્ર અસારી, લોકસભા સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, નગરપાલિકા પ્રમુખશ્રી જયેશભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના અગ્રણીઓ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તથા યુવાનો અને વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા.

Share

Related posts

એસ.ડી.દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને એસ.આર.કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ, રળિયાતી દાહોદ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને ખોવાયેલ મોબાઇલ પરત આપ્યા

gujaratjanekta

અનોખા લગ્ન : ગોધરામાં શિવરાત્રિએ શિવજીના વેશમાં વરઘોડો નિકળ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial