ઝાલોદ પોલીસ રાજસ્થાની ધાવડીયા ચેક પોસ્ટ પર શંકાસ્પદ વાહનોનુ ચેકીંગ કરી રહેલ હતી તેવામાં રાજસ્થાન મોના ડૂંગર તરફ થી એક સિમેન્ટનુ ટેન્કર આવતા પોલીસ દ્વારા ડ્રાઇવર ને રોક્યો હતો. ઝાલોદ પોલીસ સિમેન્ટ ટેન્કર ઉપર ચઢી તપાસ કરતા ચોંકી ગઈ હતી તેઓને સિમેન્ટના ટેન્કરની આડમા વિદેશી દારૂ જોવા મળ્યો હતો.ઝાલોદ પોલીસ સ્ટેશનમા હાલ ઈન્ચાર્જ તરીકે ફરજ નિભાવતા કે.કે.રાજપૂત દ્વારા આ અંગે તાત્કાલીક ડ્રાઇવરની અટકાયત કરી હતી અને આ દારૂ ભરેલ સિમેન્ટનુ ટેન્કર તાત્કાલિક પોલીસ સ્ટેશને લઈ ગયેલ હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે. હાલ આ લાખો રૂપિયાનો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે. હાલ પોલીસ દ્વારા ટેન્કર અને ડ્રાઇવરની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

