Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી પોલિસ સ્ટેશન વિસ્તારના ચાકલીયા રોડ પર આવેલ હનુમાનજી મંદિર પાસે થી દેશી પિસ્ટલ સાથે એકને ઝડપી પાડતી એસ.ઓ.જી દાહોદ

પંકજ પંડિત

દાહોદ જિલ્લામા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મધ્યપ્રદેશ બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડર પર છુપા રસ્તાઓ પર થી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા માટે દાહોદ એસ.ઓ.જી શાખાના પી.આઈ એસ.જી.રાણાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ એમ.એમ.માળી પોલિસ કર્મચારીઓ સાથે લીમડી પોલિસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા ત્યારે બાતમીના આધારે લીમડી પોલીસે સ્ટેશન થી ચાકલીયા જતા રોડ ઉપર આવેલ હનુમાન મંદિર પાસે રણીયાર ગામનો પ્રહલાદ રમેશ કલારા પાસે ગેરકાયદેસર હથિયાર છે તેવું માલુમ પડતાં સ્થળ પર જઈ પોલિસ દ્વારા ઉપરોક્ત વ્યક્તિની અંગઝડતી કરતા તેના કમરના ભાગે પેન્ટમા ખોસી રાખેલ અંદાજીત 20,000 રૂપિયાનુ દેશી પિસ્ટલ મળી આવેલ હતું. આ અંગે લીમડી પોલિસ સ્ટેશનમા હથિયાર ધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Share

Related posts

જીલ્લા ખેતીવાડી કચેરીના રોજમદારને નિવૃત્તિ પછીના લાભો આપવા ગુજરાત હાઇકોર્ટનો આખરી આદેશ : સરકારી વિભાગમાં ભૂકંપ સાથે પરિવારમાં આનંદ

gujaratjanekta

માંડવીમાં નવરાત્રી પંડાલમાં પોલિસ દ્વારા બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ બાદ પ્રવેશ

gujaratjanekta

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial