Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં સાઈ મંદિર ખાતે વાલ્મીકિ સમાજ દ્વારા વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં સાઈ મંદિર ખાતે વાલ્મીકિ સમાજ દ્વારા વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી બ્રહ્માના કહેવાથી તેમણે રામાયણની રચના કરી
આસો મહિનાની પૂનમના રોજ મહર્ષિ વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિ પહેલા એક લૂંટારા હતા ત્યારબાદ તેઓનું હ્રદય પરિવર્તન થતાં તેઓએ કઠોર તપસ્યા કરી હતી. કઠોર તપસ્યા કરીને તેઓએ મહર્ષિનુ પદ પ્રાપ્ત કર્યું હતું. આ શ્રૃષ્ટિના રચિતા બ્રહ્માના કહેવાથી તેઓએ રામાયણની રચના કરી હતી. હિન્દુ સમાજનો પવિત્ર અને સુંદર ગ્રંથ એટલે રામાયણ. આવા રામાયણના રચઈતા સંત વાલ્મીકિ સહુ હિન્દુઓના આદર્શ ગણવામાં આવે છે. તેમના જીવન પરિવર્તન થી શીખવા મળે છે માનવીમા દ્રઢ સંકલ્પ હોય તો તે ધારે એ કરી શકે છે.આજરોજ વાલ્મીકિ સમાજ દ્વારા સાઈ મંદિર ખાતે મહર્ષિ વાલ્મીકીની જયંતિ નિમિત્તે વાલ્મીકી સમાજના લોકો તેમજ નગરના આગેવાનો ટપુભાઈ વસૈયા, રામચંદ્રભાઈ ,બટુલ ભાઈ, જીતેન્દ્રભાઈ શ્રીમાળી, તેજસભાઈ,ચિરાગભાઈ ઉપસ્થિત રહેલ હતા. ઉપસ્થિત સહુ લોકોએ મહર્ષિ વાલ્મીકીજીની પૂજા અર્ચન કરી આરતી કરી હતી. મહર્ષિ વાલ્મીકીના જીવન વિશે , જીતેન્દ્રભાઈ શ્રીમાળી અને તેજસભાઈ પંચાલ દ્વારા તેમના જીવન વિશે જાણકારી આપી હતી.

Share

Related posts

લીમડી નજીક બિલવાણી ગામ મા સહસ્ત્રચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન

gujaratjanekta

ઝાલોદ નગરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિતે શિવજી એ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું

gujaratjanekta

“માંડવી શહેર અને તાલુકા પ્રમુખ એ કાઠડાની સરકારે કાર્ગો માટે ફાળવેલી ગૌચર જમીન બાબતે સરકાર અને સત્તાધારી પક્ષ સામે વિવિધ આક્ષેપો કર્યા”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial