Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ સિંઘમ ભૂમિકામા : પીકઅપ ગાડી સાથે 5,29,878 નો વિદેશી દારૂ ઝડપ્યો

પંકજ પંડિત

ઝાલોદ પોલીસ સિંઘમની ભૂમિકામા જોવા મળી રહેલ છે અને બુટલેગરોને સંદેશો આપી રહેલ છે જો અહીંયા થી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની જો ઘુસણખોરી કરાવવામાં આવશે તો તેની ખેર નથી તેવા સ્પષ્ટ સંદેશ સાથે આ મહિનામાં ત્રીજો કેસ વિદેશી દારૂની ઘૂસણખોરીનો ઝડપી પાડયો છે.બુટલેગરો યેનકેન પ્રકારે ગુજરાતમા દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલ છે તેમજ બુટલેગરો નવા નવા કીમિયા અજમાવી વિદેશી દારૂ ઘુસાડી નફાખોરી કરવાની ફીરાકમા છે. ઝાલોદ નગરની ઘાવડીયા ચેક પોસ્ટ પર પી.આઈ રવિ ગામીત તેમજ પી.એસ.આઇ સી.કે.સીસોદીયા પોલિસ સ્ટાફને સાથે રાખી શંકાસ્પદ લાગતા વાહન ચેકીંગ કરી રહેલ હતા. તેવામાં મહિન્દ્રા કંપનીનુ પીકઅપ વાહન MP-14-GC-1251 મોનાડુંગર તરફ થી આવી રહેલ હતું. પોલિસ દ્વારા દૂરથી ઇસારો કરી વાહન રોકવા ઇસારો કરતા વાહન ચાલક દૂર વાહન ઉભું રાખી ખેતરોમા નાસી છૂટેલ હતો.
પોલિસ દ્વારા પીકઅપ વાહન પાસે જઈ વાહન ચેક કરતા પ્રથમ નજરે ડુંગળીના કટ્ટા જોવા મળેલ હતા. ત્યારબાદ કટ્ટા ઉપર નીચે કરી જોતા વાહન માંથી કુલ 43 પેટી દારૂની બિયર મળી આવેલ હતી જેમાં કુલ 1032 બિયરના ટીન હતા જેની આસરે કીમત 2,29,878 અને પીકઅપ વાહનની કીમત 5,00,000 મળી કુલ 7,29,878 નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

Share

Related posts

૪૦૦ કરતાં વધુ કામદારોને મળવાપાત્ર ૩૦૦ રજાઓ અને ગ્રેજ્યુટી આપવા સરકારનો આદેશ : પરિવારોમાં આનંદની લાગણી

gujaratjanekta

ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે બે તબક્કામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

આજરોજ વાગધારા સંસ્થા દ્વારા દાહોદ ,જિલ્લાના ઝાલોદ, તાલુકાના રાયપુરા ,ગામમાં બીજ ઉત્સવ (પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમ ) નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial