Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નવી વસાહત નાનસલાઈ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

પંકજ પંડિત

ઝાલોદ નવી વસાહત નાનસલાઈ પ્રાથમિક શાળા ખાતે તા.28 જુન 2025ના રોજ મામલતદાર ઝાલોદના વરદહસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો . જેમાં સરપંચ રાધાબેન વસૈયા, કારોબારી સભ્ય નગીનભાઈ વસૈયા, પગાર કેન્દ્ર આચાર્ય હેમાભાઇ રાઠોડ, સી.આર.સી કો-ઓર્ડીનેટર ઈશ્વરભાઈ ડીંડોર, મુખ્ય સેવિકા, એસએમસી અધ્યક્ષ દિનેશભાઈ, ગામના અગ્રણી વિષ્ણુભાઈ પટેલ અને ગામના વડીલોની ઉપસ્થિતિમાં આંગણવાડી અને બાલવાટિકાઓના 25 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓએ બાલગીત રજૂ કરી સૌને મંત્રમુક્ત કર્યા. મામલતદાર પરમાર દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ જણાવેલ હતું કે બાળકોને શાળામાં નિયમિત રીતે ભણવા મોકલવામાં આવે, બહારગામ ભણાવવાની ઘેલછામાંથી બહાર આવીએ અને ગામની જ શાળામાં બાળકોને ભણાવી અને ઘરે આવે ત્યારે પૂરતું ધ્યાન આપે એવી વાલીઓને અપીલ કરવામાં આવી હતી. સમગ્ર બાળકોનું તિથિ ભોજન નગીનભાઈ વસૈયા અને રાધાબેન દ્વારા આપવામાં આવ્યું હતુ તેમજ શાળાની બાલિકાઓને સ્વાગત ગીત અને પ્રાર્થના રજુ કરવા બદલ ઇનામ આપવામાં આવેલ હતું, ઉપરાંત શાળામાં અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ધોરણ-૩ થી ૮ ના બાળકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજેશભાઈ પરમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

Share

Related posts

સુરતની શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ, આ નિયમો પાલન કરવા સૂચન

Admin

ઝાલોદ નગરપાલિકાના 13 જેટલા કર્મચારીઓ સાથે અન્યાય : પેન્શન ન મળતાં પરિવારોને જીવન જીવવા પડતી હાલાકી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના મહુડી પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

1 comment

VincentFuh November 20, 2025 at 6:38 am

В этой информационной статье вы найдете интересное содержание, которое поможет вам расширить свои знания. Мы предлагаем увлекательный подход и уникальные взгляды на обсуждаемые темы, побуждая пользователей к активному мышлению и критическому анализу!
Получить дополнительные сведения – https://vivod-iz-zapoya-1.ru/

Reply

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial