Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરામાં સમા સાવલી વિસ્તારના વિશાળ મેદાનમાં “શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ” નું ભવ્ય આયોજન : પ્રથમ નોરતે ખેલૈયાઓ ગરબે ગુમ્યા

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

વડોદરા જિલ્લામાં અનેક ઉત્સવો નું આયોજન થાય છે ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમાજ સેવક કમલેશ પરમાર દ્વારા વિશ્વપ્રસિદ્ધ અને પરંપરાગત ગરબા કલાનગરીના પ્રવેશ દ્રાર સમા સાવલી રોડ પાસેના એસ. બી. પટેલ ગ્રાઉન્ડમાં વિશાળ પારંપારિક “શ્રી નવશક્તિ” ગરબા મહોત્સવ 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

ગરબા પ્રેમીઓ માટે અને માતાજીની આરાધના કરનાર વડોદરા વાસીઓ માટે સોનામાં સુંગધ ભરે તેવો અવસર એટલે ” શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ ના ગરબા”

એક તરફ ખેલૈયાઓ દ્વારા વડોદરામાં ગરબા રમવા પ્રત્યેનો અનેરો અવસર છે ત્યારે ગરબા આયોજકો પણ સમયની માંગ પ્રમાણે હવે મેદાનને તૈયાર કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદની આગાહીના કારણે આયોજકો ટેન્શનમાં છે ત્યારે હવે તેઓ મેદાન પર એવી વ્યવસ્થા કરી રહ્યા છે કે વરસાદ પડે તો પણ ગણતરીની મિનિટોમાં પાણીનો નિકાલ થઈ જાય.

હવે ખેલૈયાઓ પણ મેદાનમાં મળતી સુવિધા ને ધ્યાનમાં રાખીને જ પાસ ખરીદી કરી રહ્યા હોવાથી આયોજકો પણ બને તેટલી વધુ સુવિધા ગરબા ગ્રાઉન્ડ ઉપર ઊભી કરી રહ્યા છે.

નર્સિંગ એસોસિએશન વડોદરાના પ્રમુખ અને સમાજસેવક કમલેશભાઈ પરમાર દ્વારા છેલ્લા નવ વર્ષથી કારેલીબાગમાં આનંદ નગર પાસેના બી.જી.પટેલ ગ્રાઉન્ડ ઉપર શ્રી નવશક્તિ ગરબાનું સુંદર આયોજન કરી રહ્યા હતા ત્યારે આ વર્ષે ખેલૈયાઓનો વધુ પડતો ઉત્સાહને ધ્યાનમાં લઈને શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ દ્વારા સમા સાવલી રોડ પાસેના એસ. બી. પટેલ ગ્રાઉન્ડમાં અંદાજીત 15000 ખેલૈયા ગરબા રમી શકે તેવુ સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. નવા તરંગ ગાયક વૃંદના કલાકારો શ્રી સમીર પ્રજાપતિ, વૈશાલી પ્રજાપતિ, અને શ્રી ધ્વનિત જોષીએ નવરાત્રીના પહેલા નોરતે ખેલૈયાઓને ગરબે ગુમાવી ઉત્સાહ અને આનંદમાં વધારાની સાથે શ્રી નવશક્તિમાં ધૂમ મચાવી હતી.

 આયોજકો દ્વારા પ્રથમ નોરતે ઓર્ગેન ડોનેશન અને વ્યસનમુક્તિ વિશે જાગૃતિ લાવવા ગરબામાં વિશેષ થીમ પણ રાખવામાં આવી છે તેમ કમલેશભાઈ પરમારે જણાવ્યું હતું.

Share

Related posts

ઝાલોદ ફાયર વિભાગ દ્વારા અનાજ ગોડાઉને અચાનક આગ લાગે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી

gujaratjanekta

ભૂગર્ભ ગટરના કનેક્શન્સ વિના શરૂ થતી RCC રોડની કામગીરી સામે લુણાવાડાના નગરપાલિકા સભ્યોનો વિરોધ : વિજીલન્સ તપાસની માંગ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના થાળા ગામે ડ્રાઇવર દ્વારા એસ.ટી બસને ગફલત રીતે ચલાવતા પલટી ખાઈ ગઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial