Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ

ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૭૩ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.*કેમ્પમાં અપાયેલી મુખ્ય સેવાઓ*
1. ૮૦ સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ તેમજ ANC આયુષ્માન કાર્ડનું વિતરણ
2. ૪૧ PMJAY (આયુષ્માન કાર્ડ) બનાવવામાં આવ્યા તથા સ્થળ પર વિતરણ
3. ૩૦ વર્ષથી ઉપરના નાગરિકોની NCD સ્ક્રીનિંગ
4. ટીબી તથા લેપ્રસી અને સિકલ સેલ અંગે માહિતી આપવામાં આવી અને ચેકઅપ કરવામાં આવ્યું
5. એનીમિયા અંગે માગૅદશૅન આપવામાં આવ્યું
6.૧૧ ટીબી ના દર્દીઓ ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા નિક્ષય મિત્ર બનીને પોષણ કીટ 4વિતરણ કરવામાં આવ્યું
7. સ્તનપાન પદ્ધતિ અંગે માર્ગદર્શન તથા પોષણ વિશે વિશદ સમજણ
8. ચણા, લીંબુ પાણી અને ORS જેવી પોષક વસ્તુઓનું વિતરણ તથા તેમના ફાયદા સમજાવાયા
9. 2 બાળકો વાળા દંપતિઓને કુટુંબ નિયોજન વિશે સમજણ તથા
૧૦ સાસુ-વહુ દંપતિઓને વિવિધ કુટુંબ નિયોજન પદ્ધતિઓ અંગે માર્ગદર્શનસ્ત્રીઓના આરોગ્ય, પોષણ અને કુટુંબ કલ્યાણને કેન્દ્રમાં રાખીને આરોગ્ય અને જાગૃતિ વધારવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો. આવા આરોગ્ય કેમ્પો ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સંબંધિત જાગૃતિ લાવવા અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ છે.આ કેમ્પ દરમ્યાન ડૉ. ચેતના ડામોર (ગાયનેકોલોજિસ્ટ), ડૉ. જેમિલ સભાયા (મેડિકલ ઓફિસર), ડૉ. ભાવના ડામોર (આયુષ મેડિકલ ઓફિસર) તથા PHC છાયણનો સમગ્ર આરોગ્ય સ્ટાફ સેવા માટે ઉપસ્થિત રહ્યા.

Share

Related posts

વિધાનસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતાં ઈસમોને ઝડપી પાડવા

gujaratjanekta

લોકસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર !!

gujaratjanekta

સુખસર પશુ દવાખાના ખાતે મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial