Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરામાં મોડી રાત્રે નવરાત્રિના મંડપ પર પથ્થરમારો : કારના કાચ તોડાયા – જાણો વધુ

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિને ડહોળવાનો પ્રયાસ થયો છે. જૂનીગઢી વિસ્તારમાં, જે સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં નવરાત્રી પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કેટલીક વાહનવિહોણી ઉભેલી ગાડીઓના કાચ તોડી નાંખવામાં આવ્યા અને પંડાલને નુકસાન પહોંચાડવામાં આવ્યું. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને જીવ બચાવવા માટે પગરખાં છોડીને લોકો ભાગ્યા હતા.

એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર મૂકી દેવાઈ વિવાદિત પોસ્ટ માનવામાં આવી રહ્યું છે. પોસ્ટમાં મક્કા મદીનાને લઈ કરવામાં આવેલી અણચાહી ટિપ્પણી બાદ સ્થિતી વધુ બગડી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ સીટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

એડિશનલ પોલીસ કમિશનર સહિત ભારે પોલીસ બંદોબસ્ત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તણાવવાળી સ્થિતિમાં ધર્મગુરુઓની સહાય લઈ, લાઉડસ્પીકરના માધ્યમથી શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી હતી.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪

gujaratjanekta

ફતેપુરા તાલુકાના બલૈયા માં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિશાળ શાંતિ પદયાત્રા યોજવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial