Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

વડોદરામાં ૬ થી ૭ ફૂટનો અજગર મળી આવતા વાઇલ્ડલાઇફ ટીમે તાત્કાલિક પહોંચીને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો – જાણો વધુ

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાતે ચેપી રોગ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે ૬ થી ૭ ફૂટ લાંબો બિનઝેરી અજગર (Indian Rock Python) દેખાતા ખળભળાટ મચ્યો હતો. રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે હેલ્પલાઇન પર કોલ મળતા જ યશ તડવી અને ટીમ સાથે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુટ ટ્રસ્ટના સુહાસભાઈ અને અજ્જુ પઠાણ એ અજગરને સુરક્ષિત રીતે પકડી વડોદરા વન વિભાગના અધિકારીઓને સોંપી દીધો હતો.

તાજેતરમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને કારણે નદી-તળાવો છલકાઈ રહ્યા છે. આ કારણે સાપો, મગરો અને અન્ય વન્ય પ્રાણીઓ પોતાના કુદરતી આવાસમાંથી બહાર આવી માનવ વસાહતો તરફ આવી જાય છે. યશ તડવી એ જણાવ્યું હતું કે, “આ સમયગાળામાં નાગરિકોએ ખાસ સાવધાન રહેવું જરૂરી છે. કોઈ અજાણ્યા પ્રાણી દેખાય તો તેને મારવાના બદલે તાત્કાલિક રેસ્ક્યુ ટીમ કે ફોરેસ્ટ વિભાગને જાણ કરવી જોઈએ.”

યશ તડવી એ જણાવ્યું કે, તેઓ છેલ્લા સાત વર્ષથી વડોદરામાં વન્યજીવ બચાવવાનું કાર્ય કરી રહ્યા છે. અમે સાપ, મગર, વાંદરા, નીલગાય, પાટલાગો, શાહુડી તેમજ વિવિધ પક્ષીઓ સહિતના ઘણા વન્ય પ્રાણીઓનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થાન પર પહોંચાડીએ છીએ.

તેમણે નાગરિકોને અપીલ કરી કે, ખાસ કરીને વધારે વરસાદના સમયમાં સાપો કે મગરો બહાર આવી જવાની શક્યતા વધારે રહે છે. આ સમયે શાંતિ રાખીને એક જ સ્થળે ઉભા રહી પ્રાણી પર નજર રાખવી અને યોગ્ય અધિકારીઓને જાણ કરવી અગત્યની છે.”

આ ઘટનાએ ફરીથી સાબિત કર્યું કે, નાગરિકો અને વન્યજીવ વચ્ચે સહઅસ્તિત્વ જાળવવા માટે સમયસરની જાણકારી અને જવાબદાર વર્તન કેટલું મહત્વનું છે. આ પ્રકારની ઘટના માટે વન વિભાગ કે રેસ્કયુ ટીમનો સંપર્ક કરી શકો છો: 18002332636 / 7226940707

Share

Related posts

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વર્ષ 2023 દરમિયાન રૂ.2 લાખ કરોડનું રોકાણ જોવા મળશે

Admin

એક પછી એક સપનાઓ પૂરા કર્યા

Admin

અર્પણ શિવમ્ વિદ્યાલયમાં 5 મી સપટેમબરના ઉપલક્ષમા સ્વશાસન દિન ઊજવાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial