પંકજ પંડિત
ઝાલોદ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ વાહન GJ-20-V-5485 દાહોદ ખાતે થી રિટર્ન ઝાલોદ આવી રહેલ હતી ત્યારે આસરે બપોરે ત્રણ વાગે ઝાલોદ તરફ આવતા નાનસલાઈ હાઇવે રોડ પર થી પસાર થઈ રહેલ હતી ત્યારે સરકારી હોસ્પિટલના વાહન આગળ ટ્રેક્ટર ચાલતું હતું તેણે અચાનક બ્રેક મારી હતી જેથી સરકારી હોસ્પિટલના વાહને પણ બ્રેક મારી હતી પરંતુ સરકારી હોસ્પિટલના વાહન પાછળ આવતી એસ.ટી બસ GJ-18-ZT-1232 પૂરઝડપે બેફિકરાઈ થી અને ગફલતભરી રીતે હંકારી લાવી ઝાલોદ સરકારી દવાખાનાના વાહનને પાછળથી ટક્કર મારતાં પાછળના દરવાજાનો કાચ તોડી નાખી પાછળના બંને દરવાજાને નુકશાન કરેલ હતું. જેથી આ અંગે સરકારી દવાખાનાના વાહન ચાલક દ્વારા એસ.ટી બસના ચાલક વિરુદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવેલ છે.

