Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

“કચ્છમાં રેડ એલર્ટ: માંડવી બીચ સંપુર્ણ બંધ, પોલીસનો કડક બંદોબસ્ત”

કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર થતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણીને ધ્યાનમાં રાખીને માંડવી બીચ પર લોકોને ન જવા અપીલ કરવામાં આવી છે.

આજ સવારથી જ માંડવી બીચ પર પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને બીચ પર આવતા લોકોને પરત મોકલી દેવામાં આવી રહ્યા છે. બીચની તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

 દરિયાની લહેરો ઊંચી થવાની શક્યતા છે ત્યારે સલામતી અસરતળે બીચ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે અને કોઈને પણ અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.સુરક્ષા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે દરિયાકાંઠા નજીક ન જાય અને સરકારી સૂચનાઓનું પાલન કરે.

Share

Related posts

દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે તારીખ ૧૭ એપ્રિલ ના રોજ ગૌ સન્માન અભિયાન અંતર્ગત એક સર્વ હિંદુ ધર્મ ના બધા સમાજ ના પ્રમુખો અને કાર્યકર્તા ઓ સાથે વિશેષ મીટિંગ નુ આયોજન

gujaratjanekta

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની દિપ્તીબેન પરીખના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

gujaratjanekta

Kal Ho Naa Ho: જ્યારે કરણ જોહર અને કરીના કપૂર વચ્ચે ગાઢ મિત્રતાનો અંત આવવાનો હતો!

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial