ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત ઝાલોદ તાલુકાના મુખ્ય શિક્ષકશ્રીઓની એક દિવસીય ચિંતન બેઠક પાવનધરા ગુરુ ગોવિંદ ધામ કંબોઈ લીમડી ખાતે યોજવામાં આવી.જેમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે ઝાલોદ તાલુકાના માનનીય મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી કલ્પેશભાઈ ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોશનીબેન,બીઆરસી કોઓર્ડીનેટરશ્રી,સંઘના મંત્રી પ્રમુખશ્રી,બીટ નિરીક્ષક શ્રી સી.આર.સી કોડિનેટર ઝાલોદ તાલુકાના તમામ મુખ્ય શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનો દ્વારા સાગરરૂપી શિક્ષણને વધુ વેગવંતી કેવી રીતે બનાવી શકાય વર્ગમાં બાળકોને પડતી વિવિધ મુશ્કેલીઓને કેવી રીતે વધુ સરળ બનાવી શકાય, શાળામાં 100% બાળકોની હાજરી કેવી રીતે કરી શકાય, સરકારશ્રી તરફથી મળતી તમામ સુવિધાઓ યોજનાઓ વિવિધ લાભો વિશેની ખૂબ ઊંડાણ પૂર્વક માન્ય મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબ દ્વારા તેમની આગવી શૈલી ભાષામાં સમજ આપવામાં આવીહતી.સાથે સાથે આરટીઓ સાહેબ શ્રી એ ટ્રાફિકના તમામ નિયમો સમજાવીને તમામને સજાક બનાવ્યા. માન્ય ડો. કામોળ સાહેબશ્રી દ્વારા શિક્ષણનું મહત્વ કેટલું જરૂરી છે તેના વિશે ખૂબ ઊંડાણપૂર્વક સમજ આપી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોશનીબેન દ્વારા પણ શિક્ષણને ઊંચાઈ પર લઈ જવા માટેના કેવા પ્રકારના પ્રયત્ન કરવા તેના માટેનું આગોતરું આયોજન કેવી રીતે કરવું જેવી વિવિધ સમજ આપવામાં આવી સાથે સાથે શાળાઓમાં થતા વિશિષ્ટ કામગીરી કરતા આચાર્યશ્રીઓ દ્વારા પણ ફીડબેક લેવામાં આવ્યા જેવા કે એચ ટાટ આચાર્ય શ્રી નીલકમલ દ્વારા એફ. FLN, રિઝવાન પાનવાળા દ્વારા શાળા સંચાલન, રાજેશભાઈ મુનિયા દ્વારા શાળા સ્વચ્છતા, બાળકોની શાળામાં 100% હાજરી કઈ રીતે રાખી શકાય વગેરેની સમજ આપવામાં આવી આમ ચિંતન બેઠક એક નવી પહેલ સાથે યોજવામાં આવી હતી.સૌ મહાનુભાવોએ અને હાજર તમામ મુખ્ય શિક્ષકશ્રીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લઈને આ ચિંતન બેઠકને સાર્થક કરવાના નેમ સાથે ચિંતન બેઠક ખૂબ સફળ બનાવી હતી.

