Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ ખાતે બાળકો પ્રત્યે અવેરનેસ અને જાગૃતિ કેળવવા અંગે વાલી મીટીંગ યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલના પ્રાંગણમાં કેળવણી મંડળ અને સ્કૂલ તેમજ પોલિસ સ્ટાફના સહયોગથી બાળકો પ્રત્યે અવેરનેસ અને જાગૃતિ કેળવવા માટે એક વાલી મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. આજની વાલી મીટીંગમાં પોતાના બાળકો માટે સજાગતા ધરાવતા વાલીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા.
આજની વાલી મીટીંગમાં બાળકો પ્રત્યે વાલીની શુ ફરજ છે તે વિશે વિશેષ માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. વાલીઓએ બાળકો માટે સજાગતા જાળવવા નિયમિત સ્કૂલમાં આવી બાળકના અભ્યાસ માટે કાળજી લે, બાળકોને નાસ્તામા સ્કૂલમાં પૌષ્ટિક આહાર આપે, નિયમિત બાળકોના સ્કૂલ બેગ તેમજ નોટ બૂક ચેક કરે, બાળકો સ્કૂલમા નિયમિત જાય છે કે નહીં તેનું ધ્યાન રાખે, બાળકોના મિત્રો તેમજ સ્કૂલ રીક્ષા ચાલકોના મોબાઇલ નંબર રાખે તેમજ સમય મુજબ સંપર્ક કરી બાળકો શું કરે છે તેની માહિતી મેળવે, બાળકોને મોબાઇલ અભ્યાસના કામ માટે જ આપે, બાળકો સ્કૂલના નિયમો મુજબ શિસ્ત પાળી શાળામાં જાય તેનું ધ્યાન રાખે, બાળકોને ટૂ વ્હીલર વાહન ન આપવું, બાળકોના હોમવર્ક ચેક કરવા, બાળકોનુ ઘરમાં શિસ્ત સાથે સારા વાતાવરણ વચ્ચે લાલન પોષણ થાય, બાળકો સ્કૂલ ટાઈમ પછી ક્યા કેમ કોના સાથે આવન જાવન કરે છે તેનું ધ્યાન રાખે, બાળકો વ્યસનના શીકાર ન બને તેમજ ખોટા માર્ગે ન ભટકે તે અંગે વાલીઓ સતર્કતા રાખે જેવા અનેક મુદ્દાઓ પર વિસ્તાર પૂર્વક ઉપસ્થિત મંચના મહાનુભાવો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
બાળકોના પ્રથમ ગુરુ તે વાલી અને બીજા ગુરુ જે તે સ્કૂલના આચાર્ય હોય છે. બાળકોને શિસ્ત પૂર્વક અને તેઓનું સારું ઘડતર થાય તે માટે બાળકો સાથે નિયમિત સંકલન જાળવુ જોઈએ. બાળકોમા બુદ્ધિ અને સારા સંસ્કાર મળે તે માટે સ્કૂલમાં નિયમિત આચાર્યો, શિક્ષકો તેમજ બાળકોના મિત્રો સાથે સંવાદ કરતું રહેવું,બાળકો થી થયેલ ભૂલો પર બાળકોને ઠપકો આપવો જેવા અનેક મુદ્દાઓ જે બાળકોના વિકાસ માટે મહત્ત્વના છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આજની મીટીંગનો મુખ્ય ઉદ્દેશ હાલ ગુજરાતમાં બે સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો થી થયેલ ભૂલો જેના લીધે શૈક્ષણિક સંસ્થાઓ, વાલીઓ તેમજ બાળકોનું માથું શરમ થી ઝુકાવી દીધેલ છે. સ્કૂલમાં ભણતુ બાળક ખોટા કૃત્ય , ગેર વર્તણૂક તેમજ લડાઈ ઝઘડા નથી કરી રહ્યાં તેના પર વાલીઓ ધ્યાન આપે અને બાળકોને સ્કૂલ સમય દરમિયાન સ્કૂલના કોઈપણ બાળકો કે શિક્ષકો થી કોઈ ઘર્ષણ થયું હોય તો તે વાલીઓ સ્કૂલના શિક્ષકો સાથે બેસી આ સમસ્યાઓનું તાકીદે નિરાકરણ લાવે. વાલી તરીકે બાળકોની દરેક સમસ્યાઓનું સમાધાન કરવું એ દરેક વાલીની નૈતિક ફરજ છે. સ્કૂલમા ભણતા બાળકો સ્કૂલના દરેક નિયમોનુ પાલન કરે તે જરૃરી છે.
આજની વાલી મીટીંગમાં ઝાલોદ પોલીસ સ્ટેશના એ.એસ.આઈ ખેતાભાઈ તેમજ પોઇન્ટ સ્ટાફ, સ્કૂલના આચાર્ય યુક્તિબેન પંચાલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ પાર્થ પટેલ, મંડળના મંત્રી મનોજ પટેલ તેમજ સામાજિક આગેવાન ભરત શ્રી માળી, શિક્ષકગણ, વાલીઓ તેમજ વિધાર્થીઓ હાજર રહેલ હતા.

Share

Related posts

કૃષિ અને પંચાયત મંત્રીબચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું બાળ વેજ્ઞાનિક પ્રદર્શન યોજાયો

gujaratjanekta

વડોદરામાં સમા સાવલી વિસ્તારના વિશાળ મેદાનમાં “શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ” નું ભવ્ય આયોજન : પ્રથમ નોરતે ખેલૈયાઓ ગરબે ગુમ્યા

gujaratjanekta

ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ (મોટા સોનેલા) ખાતે રંગારંગ વિન્ટર કાર્નિવલનું ભવ્ય આયોજન – જાણો વધુમા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial