Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

કૃષિ અને પંચાયત મંત્રીબચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું બાળ વેજ્ઞાનિક પ્રદર્શન યોજાયો

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દેશે ગણિત અને વિજ્ઞાન થકી ભારત પ્રગતિના પંથે હરણફાળ ભરી છે- મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

દાહોદ:- જિલ્લાના વિજ્ઞાનક્ષેત્રે પ્રતિભાશાળી બાળ વૈજ્ઞાનિકોની વિશિષ્ટ કૃતિઓની નાવિન્ય પૂર્ણ રજૂઆત માટે તથા પ્રેરક પ્રોત્સાહન પૂરુ પાડવા માટે G.C.E.R.T.ગાંધીનગર પ્રેરીત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજીત દાહોદ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ધાનપુર તાલુકાના કંજેટા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને યોજાયો
આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ બાળકોની પ્રતિભાને બહાર લાવવાનો છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શન, કલા મહાકુંભ, ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો થવા ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખવાની તક મળે છે. દેશે ગણિત અને વિજ્ઞાન થકી ભારત પ્રગતિના પંથે હરણફાળ ભરી છે. જેના થકી જ વિશ્વના અગ્રીમ હરોળમાં ગણાતા દેશોની પંગતમાં બેસવાલાયક બનાવી દીધા છે. ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોને કારણે દેશ “મેક ઈન ઈન્ડિયા”ના સપના સહજતાથી સાકાર કરી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ સાથે સાથે તમામ સુવિધા સંપન્ન શાળાઓ જેવી કે, એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ સ્કૂલ, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી દ્વારા પાયાનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળે તે માટેના સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે એમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર , ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, કારોબારી સમિતિના ચેરમેન શ્રી અભેસિંહભાઈ મોહનીયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીસુરેશભાઈ મેડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિલેશભાઈ મુનિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી , પ્રાચાર્ય શ્રી રાજેશ મુનિયા બાલ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઇ સોની ,જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ , સહિત શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

હર ઘર તિરંગા અભિયાન ફતેપુરા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની પ્રેરક ઉપસ્થિતમાં”તિરંગા યાત્રા” યોજાઈ

gujaratjanekta

દાહોદમાં “ભારત જોડો ન્યાય યાત્રા કાર્યક્રમ અનુસંધાને પદયાત્રા/વાહનયાત્રા અનુસંધાને ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું

gujaratjanekta

દાહોદ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ દાદા ની જન્મ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial