Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા વડોદરા ખાતે રક્ષાબંધન ઉત્સવ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

 

શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ,વડોદરાનો રક્ષાબંધન ઉત્સવ અને સ્નેહમિલન કાર્યક્રમ આજરોજ તા.24/8/2025 ને રવિવારના રોજ સમાજના મોટી સંખ્યામાં હાજર લોકો,સમાજના આધ્ય સ્થાપક શ્રી શંકરલાલ.ડી ત્રિવેદી,સમાજના પ્રમુખ કમલેશભાઈ જોશી,ઉપપ્રમુખ શ્રી અમૃતલાલ ઉપાધ્યાય, શ્રીમતી નિશાબેન પંડ્યા,મંત્રી શ્રી નીતિનકુમાર જી ઉપાધ્યાય તથા સર્વે કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં સવારે 11:00 કલાકે લાડ ભવન,વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો.

         કાર્યક્રમની શરૂઆત સમાજની વડીલ બહેનો અને નારાયણી ગ્રુપની બહેનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી મંગલ શ્લોક અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.સમાજના દિવંગત આત્માઓને મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.સમાજના ધોરણ 1 થી12 અને કોલેજ સુધીના આશરે ૩૩ તેજસ્વી તારલાઓને શ્રી શંકરલાલ ડી ત્રિવેદી અને કિરણભાઈ આર પાઠકના સૌજન્યથી શીલ્ડ અને સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.સમાજના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.પ્રમુખશ્રી દ્વારા આગામી સમયમાં સમાજની અદ્યતન ડિરેક્ટરી બનાવવા અને સમાજના સિનિયર સિટીઝનોને ધાર્મિક યાત્રા કરાવવાના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી.સમાજના વડીલો શ્રી ગીરીશભાઈ જોશી,શ્રી મધુસુદનભાઈ ગોર તથા ભાનુભાઈ જોષી હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રીશ્રી નીતિનભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત ગાયા બાદ મહા પ્રસાદ લીધા બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું

Share

Related posts

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા વૃક્ષારોપણ.

gujaratjanekta

ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે ડી.વાય.એસ.પી પટેલની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

gujaratjanekta

કૃષિ અને પંચાયત મંત્રીબચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું બાળ વેજ્ઞાનિક પ્રદર્શન યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial