Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના બંબેલા ગામના ચાર બાળકો જિલ્લા કક્ષાની શાળાકીય રમતમાં ઝળક્યા ચારે ચાર બાળકો ચક્રફેંકમા નંબર લાવ્યા

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના બંબેલા ગામના ચાર બાળકો જિલ્લા કક્ષાની ચક્રફેંક સ્પર્ધામા સુંદર પ્રદર્શન કરી ગામનું ગૌરવ વધારી નામ રોશન કરેલ છે. આદિવાસી સમાજ માંથી આવતા આ બાળકોએ ચક્રફેંક સ્પર્ધામા જિલ્લા લેવલે ઝળકતા આદિવાસી સમાજ, પરિવાર તેમજ સ્કૂલનુ નામ રોશન કરેલ છે. બંબેલા પ્રાથમિક શાળાની કન્યા મછાર સોનલબેન સુમેશભાઈ અંડર-14 માં બીજો ક્રમાંક, સરકારી પ્રાથમિક શાળાનો વિધાર્થી ગરાસીયા મનીષ શૈલેશ અંડર-14 માં પ્રથમ, લાછુણ પાયલ દિનેશ અંડર-17 માં પ્રથમ, આઈ.પી.મીશનના વિધાર્થી મછાર અજિત રમેશ અંડર-17 માં બીજો નંબર લાવી ગામનું નામ રોશન કરેલ છે.બે કન્યા અને બે કુમાર આમ કુલ ચાર બાળકોએ જેમાં બે બાળકોએ બીજો અને બે બાળકોએ પ્રથમ નંબર લાવતા પરિવારજનો અને શાળા પરિવાર દ્વારા ચારેય બાળકોને રાજ્ય લેવલે નંબર લાવવા શુભેચ્છાઓ પાઠવેલ છે. ગામના સરપંચ રેખાબેન લાછુણ સ્કૂલના શિક્ષકગણ , આચાર્યો તેમજ સ્કૂલ સ્ટાફ અને ચારેય બાળકોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ બાળકો જિલ્લા લેવલ સુધી સમાજનું તેમજ ગામનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Share

Related posts

શાળા પ્રવેશોત્સવ એટલેઉજ્જવળ ભવિષ્યનો મંગલ પ્રારંભ

gujaratjanekta

ઝાલોદની નિસરતા ગામડી પ્રાથમિક શાળાના શિક્ષક ગોવિંદકુમાર એમ.પ્રજાપતિ ને *રાજ્ય કક્ષાનો* ” ગુરુજી- શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત કરાયો.

gujaratjanekta

આઇસીડીએસ શાખા અંતર્ગત ઝાલોદ ઘટક ૧ ના ઘટક કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial