Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કૉલેજમાં રાખડી બનાવવાની તથા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદમાં વિદ્યાર્થીઓ અને વિશેષકરી વિધાર્થિની બહેનોની સંરચનાત્મક કળાને ખીલવવાના હેતુથી સંસ્થાનાં આચાર્ય ડૉ એ. આર. મોદીની પ્રેરણાથી CWDC (કૉલેજિયેટ વિમેન્સ ડેવલપમેન્ટ સેલ) દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા તથા મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધામાં ૫૦ જેટલી બહેનો અને અમુક ભાઈઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાખડી બનાવવાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ડામોર દ્રષ્ટિબેન, દ્વિતીય ક્રમાંકે ડામોર દર્શનાબેન તથા તૃતીય ક્રમાંકે ભાટિયા ખુશીબેન અને સંગાડા ખુશ્બુબેન વિજેતા બન્યા હતા. આ ઉપરાંત વિશેષ પ્રોત્સાહન પુરસ્કાર રૂપે નીનામા અંકિતભાઈ વિજેતા થયેલ હતા.મહેંદી હરીફાઈમાં પ્રથમ ક્રમાંકે શેખ ફાયઝા તથા ભાટિયા ખુશીબેન, દ્વિતીય ક્રમાંકે કુશવાહા સંતોષીબેન અને તૃતીય ક્રમાકે તંબોલીયા ગીતાબેન વિજેતા જાહેર થયા હતા.મહેંદી સ્પર્ધામાં પ્રાધ્યાપિકાઓ ડૉ. અનિતાબેન પાદરીયા, શ્રીમતી ભારતીબેન મોદી અને મિતલબેન ભુરિયા તેમજ રાખડી સ્પર્ધામાં ડૉ. સંગીતાબેન વહિયા, ભૂમિકાબેન ડામોર, અને નમ્રતાબેન ગોહિલે નિર્ણાયક તરીકેની જવાબદારી નિભાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન CWDC ની આ તમામ પ્રાધ્યાપક બહેનોએ અને કન્વીનર શ્રીમતી સવિતાબેન ચૌધરીએ કરેલ હતું. આચાર્યશ્રીએ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી.

Share

Related posts

*નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ એકમ દ્વારા સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો

gujaratjanekta

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અંગેની તા.૧૦ માર્ચના રોજ થનાર દાહોદ જિલ્લાની મુલાકાતને ધ્યાને લઈને સેવા સદન ખાતે બેઠક યોજાઇ

gujaratjanekta

હવસખોર પિતાએ પુત્રી પર કર્યો બળાત્કાર, કેફી પીણું પીવડાવીને આચર્યું દુષ્કર્મ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial