Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ માંડલી ફળિયા વિસ્તારની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વ્યાપારીઓને મોટું નુકશાન

પંકજ પંડિત

છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાઈ જવાના બનાવો દર વર્ષે બનતા વ્યાપારીઓને થતુ નુકશાન

પાણીના નિકાલ માટે પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરાઈ પણ પાલિકા તંત્ર બેધ્યાન

  • તારીખ 21-08-2024 ના રોજ સાંજના સમય દરમ્યાન અચાનક વરસાદ પડ્યો હતો. આ વરસાદ એક કલાક થી વધુ સમય ધોધમાર પડ્યો હતો. વરસાદના સમયમાં પાણી ભરાઈ જવાની ઘટના માંડલી ફળિયામાં સતત કેટલાય વર્ષોથી બનતી આવી છે તેથી પાલિકા તંત્રને અહીંયાંના સ્થાનિક દુકાનદારો દ્વારા આ અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ ઠોસ પગલા લેવામાં આવેલ નથી. માંડલી ફળિયામાં આવેલ કેટલીય દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાના બનાવો દર વર્ષે બને છે. દર વર્ષે અહીં સ્થાનિક દુકાનદારોને વરસાદી પાણી ભરાઈ જવાથી લાખો રૂપિયાનું નુકશાન થાય છે. પાણી ભરાઈ જવાની ઘટનાને લઈ પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાય આ અંગે કોઈ પગલાં લેવાતા નથી તો દર વર્ષે સ્થાનિક દુકાનદારોને જે વરસાદી પાણી થી નુકશાન થાય છે તે માટે જવાબદાર કોણ….❔
    જ્યારે વરસાદી પાણી દુકાનોમાં ભરાઈ ગયા હતા ત્યારે સ્થાનિક દુકાનદારો દ્વારા જવાબદાર અધિકારીઓને કોલ કરી માહિતી આપી અને અહીં આવી પરિસ્થિતિ જોવો તેમ કહ્યું હતું છતાય કોઈ પણ જવાબદાર અધિકારીઓ અહીં આવીને જોયું પણ ન હતું અને વરસાદ પતિ ગયા બાદ તેમજ બીજે દિવસે ફરી જવાબદાર તંત્રના અધિકારીઓને કેટલું નુકસાન થયું તે જોવા બોલાવવામાં આવ્યા છતાય જવાબદાર તંત્ર માંથી કોઈ આવ્યું ન હતું. સ્થાનિકોના કહેવા મુજબ પાલિકા દ્વારા ગીતા મંદિર વિસ્તારમાં રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે વરસાદી પાણી ન ભરાય તે જોઈ તપાસી રસ્તો બનાવવા કહેવાયું હતું પરંતુ જે તે સમયે જવાબદાર તંત્રના લોકો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહી અને વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી તેથી રસ્તો બન્યા બાદ પણ અહીંયાં પાણી ભરાઈ જવાના બનાવને લઈ સ્થાનિક દુકાનદારોને લાખોનુ નુકશાન થયેલ છે. હવે દર વર્ષે મોટા પાયે નુકશાન થવાથી સ્થાનિક વ્યાપારીયોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અવારનવાર થતાં વરસાદી પાણી થી થતા નુકશાનની ભરપાઈ કોણ કરશે… પાલિકા તંત્ર દ્વારા અયોગ્ય આયોજનને લઈ સ્થાનિક દુકાનદારોને નુકશાન થયું છે તે માટે જવાબદાર કોણ…પાલિકા તંત્ર પાસે લાંબા સમયની આયોજનની રૂપરેખા બનાવવા માટે યોગ્ય એન્જિનિયરનો અભાવ છે કે શું…❔,પાલિકા દ્વારા અયોગ્ય અને ખોટી રીતે કરેલ કરવા ખાતીર કરેલ કામગીરીમા સરકારના કરોડો રૂપિયા ખોટા જાય છે તે માટે જવાબદાર કોણ…❔
    હવે અહીંના સ્થાનિક વ્યાપારી વર્ગની પાણી ભરાઈ જવાની સમસ્યા જો કાયમી નિકાલ નહીં થાય ઓ સ્થાનિકો પાલિકા તંત્ર સાથે ગાંધી ચિંધ્યા માર્ગે લડી લેવાના મૂડમાં જોવા મળે છે.
Share

Related posts

ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિતે ત્રિપુરા સુંદરી ખાતે સ્નેહ ગોષ્ઠી મિલન પ્રોગ્રામ યોજવામાં આવ્યો

gujaratjanekta

ઝાલોદ નગરના કોળીવાડા માંથી ગૌ માંસ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ12 કિલો ગૌમાંસ પોલિસ દ્વારા જપ્ત કરાયો

gujaratjanekta

ઓલપાડ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial