Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં વિપ્ર ફાઉન્ડેશનના ગઠન અંગે ગઢી ( પ્રતાપપૂર ,રાજ. ) કાર્યકારિણી બેઠકમા ચર્ચા કરાઇ

પંકજ પંડિત

બાંસવાડા જિલ્લા વિપ્ર ફાઉન્ડેશનની એક કાર્યકારિણી બેઠક ગઢી( પ્રતાપપૂર ) ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાન જિલ્લા સ્તરના વિપ્ર ફાઉન્ડેશનના અગ્રણીઓ અને હોદ્દેદારો હાજર રહેલ હતા. આ બેઠકમાં ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં વિપ્ર ફાઉંડેશન ઝાલોદના પ્રમુખ વિજયભાઈ પંડિત ,મંત્રી પંકજભાઈ પંડિત ,ઉપપ્રમુખ કૈલાશજી પારીખ,રમાકાંતજી શર્મા,રમેશ શર્મા હાજર રહ્યા હતા.આ મીટિંગમાં સમાજમા એકતા તેમજ સમરસતા બનાવી રાખી દરેક વિપ્ર સમાજનો સભ્ય પોતાની સાચી જવાબદારી નિભાવે તે માટે સૂચન કરવામાં આવ્યું હતું .આજની મીટીંગમાં ઝાલોદ નગરમાં વિપ્ર ફાઉન્ડેશનને મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આજની મીટીંગમાં ઝાલોદ, દાહોદ, ઝાબુઆ ,ગાંગડતલાઈમા વિપ્ર ફાઉન્ડેશનનું મજબૂત ગઠન થાય તે માટે ઝાલોદ પ્રમુખ વિજય પંડિતને તથા વિપ્ર ફાઉન્ડેશનના ઝાલોદનેસંપૂર્ણજવાબદારીઆપવામાંઆવીહતી.વિજયભાઈ પંડિતે પોતાના પ્રવચનમાં મધ્યપ્રદેશ,રાજસ્થાન ,ગુજરાતના સીમા પર આવેલા ત્રણ જિલ્લા દાહોદ,બાંસવાડા તથા ઝાબુઆમાં વિપ્ર ફાઉંડેશનને મજબૂત બનાવવા હાકલ કરી હતી.આજની મીટિંગના વિશેષ આમંત્રિત મહેમાન પૂર્વ વિધાયક બાંસવાડા રમેશજી પંડ્યા એ સમાજના ઉત્થાન માટે શુ કરવું જોઈએ તેના ઉપર ભાર મૂક્યો હતો.તેઓએ પ્રવચન દરમ્યાન જીવનમાં સદાય સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ તથા જેવું તમે વિચારમાં લાવસો તેવાજ પરિણામ મળસે.આજના જમાના માં શસ્ત્ર ચલાવવાની જરૂર નથી પરંતુ શસ્ત્ર ચલાવવાની તાલીમ લેવાની જરૂર છે આમ તેઓએ પોતાના વિચારો રજૂ કરેલ હતા. અંતે વિપ્ર ફાઉંડેશન પ્રદેશ પ્રમુખ યોગેશ જોષી દ્વારા સંગઠન મજબૂત કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા તેની ચર્ચા કરી હતી તથા સમાજમાં કોઈને કોઈ પણ હોદ્દો જોઈતો હોય તો કહી દેજો મળી જશે પરંતુ સમાજને તોડવાનો પ્રયાસ કોઈએ નઈ કરવો જોઈએ. સમાજને આગળ વધારવા માટે યોગેશ જોષી તેમજ મહિલા પ્રકોષ્ટ મહામંત્રી ડોક્ટર કીર્તિ આચાર્ય પણ બહેનોએ સમાજમાં આગળ લાવવા માટે સતત સેવા આપી રહ્યા છે તેઓ જણાવે છે કે બહેનો એ દરેક ક્ષેત્રે પોતાને આગળ વધારવા માટે મહેનત કરી રહી અને રમત ગમત ક્ષેત્રમાં પણ બહેનોને આગળ વધી દરેક રમત માં ભાગ લેવો જોઈએ.આમ આજની જિલ્લા સ્તરની મીટિંગ સકારાત્મક વિચારો સાથે સારા વાતાવરણ માં પૂર્ણ થઈ હતી

Share

Related posts

સુખસર આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્રારા સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

gujaratjanekta

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકાર એકતા પરિષદની માંગણીઓ સ્વીકારવા જાહેરાત કરી – જુઓ VIDEO

gujaratjanekta

ફતેપુરા તાલુકાના ઘટક – 2 ના સરસ્વા સેજા ના ભોજેલા આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત મુલાકાત લીધી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial