Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ગોવિંદ ગુરુ સમાધિસ્થાન કંબોઈ (લીમડી), એચીવાર કોલેજ લીમડી તેમજ સન રાઇસ નર્સિંગ કોલેજની મુલાકાત લીધી

પંકજ પંડિત

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.હરિભાઈ કતારીયા આજ રોજ દાહોદ જિલ્લા ની મુલાકાતે હતા. વાઇસ ચાન્સેલર પ્રો.હરિભાઈએ આજે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની મુલાકાત આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ સંત સ્મૃતિ શાંતિમય સ્થાન શ્રી ગોવિંદ ગુરુ સમાધિસ્થાન કંબોઈ (લીમડી) ની મુલાકાત લીધી હતી જ્યાં વાઇસ ચાન્સેલરશ્રી પ્રો. હરિભાઈ કાતરીયા સાહેબે આદરભરી મુલાકાત કરી શ્રદ્ધાંજલી અર્પિત કરી પવિત્ર ધૂણી ના દર્શન કર્યા હતા. ત્યારબાદ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એચીવાર કોલેજ લીમડી ખાતે આયોજિત વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ૨૦૨૫ તેમજ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ના કાર્યક્રમ માં વાઇસ ચાન્સેલર શ્રી પ્રો.હરિભાઈ કાતરીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સંસ્કૃતિનું લોક નૂત્ય સાથે કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી, જ્યાં સંસ્થાના સ્થાપક શ્રી નરેન્દ્રભાઈ સોની દ્વારા વાઇસ ચાન્સેલર પ્રો.હરિભાઈને દાહોદ ના ખાસ પહેરવેશ આદિવાસી કોટી અને પાગડી પહેરાવવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક માર્ગદર્શન આપીને સાહેબે શૈક્ષણિક સંસ્કૃતિના મૂલ્યો જાળવી રાખવાની મહત્તા પર ભાર મૂકી વિશેષ પ્રવચન વિધાર્થીઓને આપ્યું હતું. ત્યાથી એન.એમ.સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી જ્યાં વાઇસ ચાન્સેલર પ્રો. હરિભાઈ કાતરીયા સાહેબે આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ અને બાળકો માટે ચાલી રહેલી સર્વાંગી વિકાસ માટેની સેવાઓની નજીકથી મુલાકાત લીધી તેમજ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે MOU કર્યુ હતું તેમણે ખેતી, પાણી સંચાલન અને કુદરતપ્રેમી કામકાજ અંગે વિસ્તૃત માહિતી મેળવી અને ફાઉન્ડેશનના કામની દિલથી પ્રશંસા કરી.હરિભાઈ તારીયાના ત્યારબાદ ના પ્રવાસમાં દાહોદ માં આવેલ સન રાઇસ નર્સિંગ કોલેજની મુલાકાત લઈ ત્યાં મુખ્ય હેલ્થ અવેરનેશ કાર્યક્રમ ને સંબોધ્યો હતો જ્યાં વિધાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ વિશેષ આવકાર સ્વાગતનું માન વધારવામાં આવ્યું હતું.

Share

Related posts

ઝાલોદ તાલુકામાં ઉત્તરાયણના દિવસે બે અલગ અલગ અકસ્માત સર્જાયાછનામૃત્યુ

gujaratjanekta

ઝાલોદ નગરમાં સાઈ મંદિર ખાતે વાલ્મીકિ સમાજ દ્વારા વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના દાંતગઢ ગામે જંગલ ખાતાની જમીનમાં પશુઓ ચરાવવા માટે લાંચ લેતા બે વ્યક્તિ ઝડપાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial