Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે ક્રેટા કાર માંથી 9,09,120 રૂપિયાનો પોશડોડાનો જથ્થો ઝડપાયોક્રેટા કાર માંથી અલગ અલગ વાહનોના રજિસ્ટ્રેશનની ચાર નંબર પ્લેટો મળી આવી

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલિસ સ્ટેશનનો સ્ટાફ તારીખ 01-08-2025 ના રોજ રાત્રિના 11 વાગે નાઇટ પેટ્રોલીંગમા હતા ત્યારે ગુલતોરા ગામે રોડ ઉપર બિનવારસી કાળા કલરની ક્રેટા જેનો નંબર 23BH.2795.G ઉભી હતી. પોલિસને શંકા જતાં બિનવારસી પડેલ ગાડીને ચેક કરતા પ્લાસ્ટિકના થેલા પેક કરેલ હાલતમાં જોવા મળેલ હતા. પોલિસ દ્વારા વધુ ઝીણવટ થી થેલા ખોલી તપાસ કરવામાં આવતા થેલા માંથી અફીણ જીંડવા ( પોષડોડા ) નો જથ્થો મળી આવેલ હતો.પોલિસ દ્વારા ક્રેટા કારની ઝીણવટ તપાસ કરતા કાર માંથી 17 પોષડોડાના થેલા જેનું કુલ વજન 303.040 કિલો ગ્રામ જેની અંદાજિત કિંમત 9,09,120 મુદ્દામાલ તેમજ 5,00,000 ની ક્રેટા કાર મળી કુલ 14,09,120 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ચાકલીયા પોલિસ દ્વારા ગાડીની વધુ તપાસ કરતા આ કાર માંથી અલગ અલગ નંબરો લખેલ વાહનોના રજિસ્ટ્રેશનની ચાર જેટલી નંબર પ્લેટો મળી આવેલ હતી. ચાકલીયા પોલિસ દ્વારા બિનવારસી હાલતમાં મળેલ કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

Share

Related posts

દાહોદ જિલ્લા સેવા સદન ખાતેના મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

gujaratjanekta

દાહોદ જિલ્લાના આર.એન્ડ.એલ.પંડ્યા હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

દેવગઢ બારિયા કોલેજમાં પ્રો.બી.એફ મકરાણી સાહેબનો વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial