Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રેડક્રોસ દ્વારા રક્ત દાતાઓ નું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

આજરોજ રેડક્રોસ દ્વારસંચાલિત ૮ દિવસીય “ફર્સ્ટ એડ ક્લાસ” ની પૂર્ણાહુતિ કરવામાં આવી.જેમાં ૫૦ જેવા વિદ્યાર્થીઓ ને તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ,ડ્રાઇવર, કંડકટર ની નોકરી માટે જરૂરી છે.તાલીમ પછી, રેડક્રોસ ની રાષ્ટ્રિય બ્રાન્ચ દ્વારા નવી દિલ્હી થી ૩ વર્ષ સુધી માન્ય સર્ટિફિકેટ આપવામાં આવે છે.આ તાલીમ માં વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા તાલીમ અપાય છે.તાલીમ દરમિયાન દાહોદ રેડક્રોસ ના ખજાનચી શ્રી કમલેશભાઈ લિંબાચિયા દ્વારા બ્લડ અને બ્લડ ડોનેશન અને તેના ફાયદા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.તેનાથી પ્રોત્સાહિત થઈને ૧૦ જેવા મુખ્યત્વે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેટ કરી ને માનવ ધર્મ બજાવ્યો હતો.દાતાઓનું સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખજાનચી શ્રી કમલેશભાઈ લીમ્બાચીયા ,મંત્રી શ્રી જવાહરભાઈ શાહ સહમંત્રી શ્રી સાબીરભાઈ શેખ બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઈઝર શ્રી એન કે પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતા

Share

Related posts

ગુજરાતના કરછ જિલ્લાનું માંડવી હેઈન્ડ-પેઈન્ટ કળા માટે પ્રખ્યાત – જાણો વધુ

gujaratjanekta

વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં

Admin

રાજકોટ સ્થિત પાંચ હાર્ડવેર પ્રોજેક્ટ પર જીએસટીનાં દરોડા: કરોડોથી વધુ કરચોરી પકડાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial