Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડીથી પેથાપુર ચાકલીયા ટુ થાંદલા જતો માર્ગ NH 147D કિલોમીટર મુજબ 80 થી 100 જેટલા થીંગડા

લીમડીથી પેથાપુર ચાકલીયા ટુ થાંદલા જતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જવા પામ્યો છે. જેને કારણે માર્ગ ઉપર દર એકથી દોઢ કિલોમીટરે 80 થી 100 ઉબડખાબડ થીંગડા મારેલા નજરે પડે છે જેથી જ્યાં પેચ વર્ક કરવામાં આવેલ ત્યાં બમ્પ જેવી ભરાઈ કરેલ છે જેથી દ્રીચક્રી વાહનો આને ટાળવા જતા માર્ગ અકસ્માત બનતા રહે છે. આ માર્ગ બન્યાને માત્ર છ માસમાં જ જર્જરિત થયેલ હતો આજે સમારકામ કરતા કરતા રોડ કરતાં થીંગડા વધારે જોવા મળી રહ્યા છે દર એક કિલોમીટરે 100 થી વધુ થીંગડા મારેલા જોઈ શકાય છે જો આ થીંગડા ટાળવામાં અકસ્માત થાય અને મોટી જાનહાનિ થાય તોહ એ પરિવારના થીંગડા કોણ મારશે શું આ પ્રકારનું કામ અકસ્માત સર્જે તોહ જવાબદાર કોણ રહેશે. જ્યારે વાહનચાલક સીટ બેલ્ટ ના પહેરે તોહ દંડ અને દ્વિચક્રી વાહન ઉપર હેલ્મેટ ના હોય તોહ દંડ પરંતુ જેના લીધે અકસ્માતનો ભય રહેલો છે એ માર્ગની સલામતી રાખવાની જવાબદારી કોનીઆ માર્ગ ખખડધજ હોવાથી વિદ્યાર્થીઓને પણ જીવના જોખમે આ માર્ગનો સહારો લેવો પડતો હોઈ છે. આ માર્ગ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનને જોડતો NH147D હાઇવે માર્ગ હોઈ અહી ભારેભરખમ ટ્રકો નીકળતી હોઈ છે જેઓ ખાડા ટાળવામાં અન્ય મોટો અકસ્માત નોતરી શકે છે ઘણા સમયથી આ માર્ગની હાલત બિસ્માર બની જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તંત્ર દ્વારા અવારનવાર શહેરના માર્ગોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ અંતરિયાળ વિસ્તારમાં આવેલ માર્ગો પર ધ્યાન આપવામાં આવતું નથી.

Share

Related posts

વાઘોડીયા તાલુકામાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

દાહોદના શ્રીમતિ રેખાબેન પારગીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેથી પી.એચ.ડી. (Ph.D.)ની પદવી મેળવી

gujaratjanekta

આપ નેતાઓની હાજરીમા ઝાલોદ પાલિકા ચુંટણી ઉમેદવારોની સેન્સ કામગીરી હાથ ધરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial