પંકજ પંડિત
સ્વ: શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્ય થી ભવ્ય કથાનું આયોજનઝાલોદ નગરમાં પ્રથમ વાર ભારતના દિવ્ય અને પ્રખર કથાકાર તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ કથાનું આયોજન સ્વ: શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્ય થી કરવામાં આવી રહેલ છે. સ્વ: શીવાભાઈ પટેલના પુત્ર અંકુર પટેલ અને તેમના પરિવારજનો દ્વારા આ અંગે મુવાડા રામજી મંદિર ખાતે સમાજની મીટીંગ રાખવામાં આવી હતી. આ મીટીંગમાં એક જ સૂર જોવા મળતો હતો કે આ કથાને નગરમાં ખૂબ સુંદર પ્રતિસાદ મળે તે રીતે આયોજન કરવાનું. નગરમાં પ્રથમ વખત રમેશભાઈ ઓઝાની ભાગવત કથા યોજાઈ રહેલ છે તેને લઈ નગરજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. આ કથા માટે શિવાભાઈ પટેલના પુત્ર અંકુર પટેલ અને તેમના પરિવારજનો નગરના દરેક સમાજના તન અને મન થી સહયોગ મળે તે માટે અલગ અલગ મીટિંગ કરી રહેલ છે તેમજ મીટિંગમા વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારી નિભાવી શકે તેવા લોકોની અલગ અલગ કામગીરી માટેની કમિટી બનાવવામાં આવી રહેલ છે. જ્યાં જ્યાં અલગ અલગ સમાજ સાથે મીટિંગ થઈ રહેલ છે ત્યાં ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહેલ છે. આ ભાગવત કથામાં તમામ સમાજો આ જ્ઞાનપારાયણનો લાભ લે તે માટે મોટા પ્રમાણમાં આયોજનની રૂપરેખા બનાવવામાં આવી રહેલ છે. કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે આ કથા નગરમાં 25-12-2025 થી 31-12-2025 સુધી બપોરના 3 થી સાંજના 6:30 વાગ્યા સુધી પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ વણકતલાઈ મંદિર રોડ ઝાલોદ ખાતે યોજવામાં આવનાર છે.

