Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા RTO કચેરીના અધિકારી એમ.આર.ગજ્જર સહિત ૪ ઇન્સ્પેકટરોની બદલી !!

મોહસીન દાલ – પત્રકાર

ગોધરા RTO કચેરીમાં ફરજ બજાવતા આર.ટી.ઓ.અધિકારી એમ.આર.ગજ્જરની બદલી સુરત આર.ટી.ઓ.કચેરી ખાતે તેમજ ચાર ઈન્સ્પેકટરો સતાર ઠાકોરની ગાંધીનગર, અજય ચૌધરીની અરવલ્લી, ભાવિક મંગલપુરાની ભરૂચ અને રાજનાથભાઇની બદલી વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એમ.આર. ગજ્જર ગાંધીનગર આર.ટી.ઓ. કચેરી થી ગોધરા ખાતે આવ્યા હતા. તેઓએ ગાંધીનગરમાં સારામાં સારી કામગીરી કરી હતી તે આજે પણ અકબંધ છે. તેમજ અકસ્માત ઘટાડવા માટે અડાલજ ત્રિમંદિર ખાતે ચાર કટ મુકવામાં આવ્યા હતા તેમજ કુડાસણ પાસે પણ ચાર કટ મુકવામાં આવ્યા હતા. જેના કારણે અકસ્માતો અટકાવવામાં મોટી સફળતા મળી હતી. જ્યારે ગોધરામાં તેમના કાર્યકાળ દરમિયાન તેઓ દ્વારા પંચમહાલ જિલ્લાના મોનિટરિંગ પબ્લિક માટે અનેક સારી કામગીરી કરેલ છે તેમજ સરકારની ટેક્ષ આવકમાં પણ વધારો કરેલ છે. જિલ્લા માર્ગ સલામતી માટે પણ જિલ્લા વહીવટી તંત્ર સાથે રહીને અનેક સારી કામગીરી કરેલ છે. જેનાં ભાગરૂપે સરકાર દ્વારા એક ક્રિએટિવ અધિકારીને સુરત મહાનગરનો કાર્યભાર સોપી વિશ્વાસ પ્રધાન કરવામાં આવ્યો હોય તેમ દેખાય રહ્યું છે.

Share

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ સરકારી આઈ. ટી. આઈ જેસાવાડા તા.ગરબાડા ખાતે યોગ સંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ પરથી 2,03,600 વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની અટકાયત કરાઈ

gujaratjanekta

નમૅદા કીનારે માલસર મુકામે વિશ્ર્વ કલ્યાણ માટે શ્રીરામ મહાયજ્ઞ નો થયેલ શુભારંભ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial