Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે ભવ્ય ભાગવત કથાના આયોજન અંગે નગરમાં જોવા મળતો અનેરો ઉત્સાહ

પંકજ પંડિત

સ્વ: શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્ય થી ભવ્ય કથાનું આયોજનઝાલોદ નગરમાં પ્રથમ વાર ભારતના દિવ્ય અને પ્રખર કથાકાર તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ કથાનું આયોજન સ્વ: શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્ય થી કરવામાં આવી રહેલ છે. નગરમાં પ્રથમ વખત રમેશભાઈ ઓઝાની ભાગવત કથા યોજાઈ રહેલ છે તેને લઈ નગરજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. આ કથા માટે શિવાભાઈ પટેલના પરિવારજનો નગરના દરેક સમાજના તન અને મન થી સહયોગ મળે તે માટે અલગ અલગ મીટિંગ કરી રહેલ છે તેમજ મીટિંગમા વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારી નિભાવી શકે તેવા લોકોની અલગ અલગ કામગીરી માટેની કમિટી બનાવવામાં આવી રહેલ છે. જ્યાં જ્યાં અલગ અલગ સમાજ સાથે મીટિંગ થઈ રહેલ છે ત્યાં ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહેલ છે. આ ભાગવત કથામાં તમામ સમાજો આ જ્ઞાનપારાયણનો લાભ લે તે માટે મોટા પ્રમાણમાં આયોજનની રૂપરેખા બનાવવામાં આવી રહેલ છે. કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે આ કથા નગરમાં 25-12-2025 થી 31-12-2025 સુધી બપોરના 3 થી સાંજના 6:30 વાગ્યા સુધી પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ વણકતલાઈ મંદિર રોડ ઝાલોદ ખાતે યોજવામાં આવનાર છે.

Share

Related posts

ઝાલોદ પાટીદાર સમાજ દ્વારા બસ સ્ટેશન ચોક પર સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ જલ્દી કરવા માંગ કરવામાં આવી

gujaratjanekta

ગોધરાના પિતા પુત્રની જોડી કિહાનખાન અને ફિરોઝખાન રાજયકક્ષાના સિપાહી ગૌરવ એવોર્ડથી અમદાવાદ ખાતે સન્માનિત કરાયા

gujaratjanekta

રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા રાત્રિ સિઝન માં ઠંડીના કંબલ-ધાબળા નું સતત 4 દિવસ થી વિતરણ કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial