Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા તેઓના સમાજના શૈક્ષણિક ક્ષેત્રે આગળ રહેતા તેજસ્વી તારાઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું

પંકજ પંડિત

ઝાલોદ ખાતે મુહમ્મદી જમાતખાનામાં મુસલમાન ઘાંચી સમાજના મુસ્લિમ યુવા ગૃપ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024- 25 માં ધોરણ 9 થી 12 માં ઉત્તીર્ણ થયેલા વિધાર્થીઓ માટે ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 9 થી 12 માં મુસલમાન ઘાંચી સમાજ,ઝાલોદમાં પ્રથમ ત્રણ નંબરે આવનાર વિધાર્થીઓને ઈનામ,સર્ટીફીકેટ અને મોમેંટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પરીક્ષા સમયે નિશુલ્ક માર્ગદર્શન આપી સમાજના વિધાર્થીઓ ને ઉત્કૃષ્ટ પરિણામ લાવવામાં મદદરૂપ થનાર ઘાંચી સમાજ ઝાલોદ ના શિક્ષકોનું પણ મોમેંટો અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રંગે ઘાંચી સમાજ ઝાલોદના સમાજ સેવક એવા મોલાના નિસાર ,હાજી મુહમ્મદ ભાણા અને સમાજના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ તાલુકાના વેલપુરા નજીક પૂરપાટ આવતી ફોરવીલર ગાડી રોડની સાઈડમાં ઉતરી: છ ઇસમોનો આબાદ બચાવ

Admin

ઓબ્ઝવર્સઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે નોડલ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ

gujaratjanekta

નર્મદા જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ ફરજો-કામગીરી બજાવી રહેલા વિવિધ ૧૮ જેટલા નોડલ અધિકારીઓ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial