Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ બસ સ્ટેશનમા બિન્દાસ ચોરી કરતા પાકીટમારો : કેમેરા કવરેજ થી દૂર હોવાથી ચોરો બિન્દાસ

પંકજ પંડિત

ઝાલોદ બસ સ્ટેશનમા અજાણ્યા પાકીટમારો અવારનવાર બસમા ચઢતા મુસાફરોના ખિસ્સા કે પર્સ ચોરી ગયા હોય તેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે પરંતુ મુસાફરો ફરિયાદ નથી કરતાતો આવા બનાવો બહાર આવતા નથી પરિણામ સ્વરૂપે ચોરો બિન્દાસ રીતે મુસાફરોના પર્સ ,રકમ જેવી કીમતી વસ્તુઓ બિંદાસ ચોરી કરી ફરતા રહે છે
ઝાલોદ બસ સ્ટેશનમા કેમેરા તો લગાવવામાં આવેલ છે પરંતુ જ્યા જ્યાં બસ ઉભી રહેતી હોય તે તમામ વિસ્તાર આવરવામા આવેલ નથી કદાચ અહીંયા કેમેરા નથી તેની જાણ ચોરોને હોવાથી બિન્દાસ રીતે ચોરી કરી ફરાર થઈ જતાં હોય છે. તારીખ 19-05-2025 સોમવારના રોજ બપોરના આસરે 1:45 વાગે એક વ્યક્તિ બસમા બેસી દાહોદ જઈ રહેલ હતા ત્યારે દાહોદ બસમા ચઢતી વખતે આ વ્યક્તિનું પર્સ કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી નાસી ગયેલ હતી. તેથી તેઓ તાત્કાલિક બસ સ્ટેશન આવી કેમેરા જોવાનો પ્રયાસ કર્યો હતો પણ બસ જ્યાં થી ઉપડી હતી ત્યાં કેમેરાનુ કવરેજ પહોંચતુ ન હોવાથી ચોર બિન્દાસ ચોરી કરી નાસી ગયેલ હતો. આ વ્યક્તિના પર્સમા અગત્યના દસ્તાવેજો તેમજ રોકડ રકમ હતી જે ચોરાઈ જતા આ અંગે ભોગ બનેલ વ્યક્તિ દ્વારા લેખિત અરજી આપી ઝાલોદ પોલીસ સ્ટેશનમા જાણ કરવામાં આવી હતી. મુસાફરો સાથે આવી ચોરીની ઘટના અવાર નવાર બનતી હોઈ બસ સ્ટેશનના દરેક પોઇન્ટ કવર થાય તે રીતે કેમેરાની સંખ્યા વધારવા મુસાફરો દ્વારા માંગ કરવામાં આવેલ છે.

Share

Related posts

ફાંસીની સજા: 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આધેડ શખ્સને નડિયાદની કોર્ટે ફાંસીની સજા ફટકારી

Admin

જીલ્લા ખેતીવાડી કચેરીના રોજમદારને નિવૃત્તિ પછીના લાભો આપવા ગુજરાત હાઇકોર્ટનો આખરી આદેશ : સરકારી વિભાગમાં ભૂકંપ સાથે પરિવારમાં આનંદ

gujaratjanekta

શહેરા વિસ્તારના સાડીસમડી ફળીયા માં આર્મીજવાન નિવૃત થઇ માદરે વતન આવતા શહેરા પરિવાર અને નગરજનો તેમજ તમામ નગરજનો ઘ્વારા વાજતે ગાજતે તેમનુ ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial