Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

દાહોદ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે સહિત અધિકારીઓ/કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા ઉજવણીના ભાગરૂપે શપથ ગ્રહણ કર્યા.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ:- ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રગણ્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ થી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા શપથ દિવસ મનાવવામાં આવે છે. જેમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ટ્રભાવના યથાવત રાખવાના શપથ ગ્રહણ કરવામાં આવે છે.દાહોદ કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી યોગેશ નિરગુડે સહિત કર્મયોગીઓએ એકતા શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમિયાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે,ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા, મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ સહિત કલેકટર કચેરીની તમામ શાખાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

કરોડોના ખર્ચે ચંદ્રયાન – 3 નું સફળ લોન્ચીંગ કરી શકાય તો પંચમહાલ-મહીસાગર માં “નલ સે જલ” યોજના અંતર્ગત પીવાનું પાણી કેમ નહી ???

gujaratjanekta

MGVCL ની ઘોર બેદરકારી : ભરચક વિસ્તારમાં કરંટ લાગવાથી પશુનું મોત- જાણો વધુ

gujaratjanekta

સંતરામપુરમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓને કેટરીંગ સ્ટાફ દ્વારા સમયસર ભોજન ન મળતા અવ્યવસ્થા સર્જાઈ…

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial