Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ. તાલુકાના ધારાસભ્ય મહેશભાઇ ભુરીયાના હસ્તે વિવિધ ગામોમાં 587.43 લાખના કામોની ખાત મુહૂર્ત કરાયું

પંકજ પંડિત

ઝાલોદ વિધાનસભામાં સમાવિષ્ટ વિવિધ ગામ ખાતે રૂ. ૫૮૭.૪૩ લાખના માતબર ખર્ચે નિર્માણ થનાર ૨૦.૦૫ કિ.મી. ના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું .આજ રોજ તારીખ ૧૨/૦૪/૨૦૨૫ ના રોજ ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા કાળીગામ ગુર્જર ,કૂણી ,કદવાળ, બાજરવાડા રાજપુર ,ગામડી, વાગેલા ગામના રસ્તાઓનું ખાતમુર્હુત કર્યું હતું. આ રસ્તાઓનું નિર્માણકાર્ય જ્યારે પૂર્ણ થશે ત્યારે ચોક્કસપણે વાહન ચાલકો અને રાહદારીઓને સુગમ વાહનવ્યવહારનો લાભ મળશે.આ રોડ થકી ગ્રામજનોનું જીવન વધુ સરળ બનશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે.કાળીગામ ગુર્જર સાતશેરા ગામે રૂ. ૧૧૩.૧૪ લાખના ખર્ચે ૩.૧૦ કિ.મી. લંબાઈનો સાતશેરા ચોસાલા રોડ,કુણી ગામે રૂ. ૭૦.૪૭ લાખના ખર્ચે ૨.૦૦ કિ.મી. લંબાઈનો કુણી સીમલખેડી રોડકદવાલ ગામે રૂ. ૨૬.૨૨ લાખના ખર્ચે ૧.૦૦ કિ.મી. લંબાઈનો કદવાલ સેકન્ડરી સ્કૂલથી જેતપુર કદવાલ રોડ ,બાજરવાડા ગામે રૂ. ૧૨૧.૭૩ લાખના ખર્ચે ૪.૪૫ કિ.મી. લંબાઈનો બાજરવાડાથી દાહોદ ઝાલોદ સ્ટેટ હાઈવે રોડ રાજપુર ગામે રૂ. ૫૪.૯૫ લાખના ખર્ચે ૨.૧૫ કિ.મી. લંબાઈનો રાજપુર સીતાવટલી સરપંચ ફળીયા રોડ,ગામડી ગામે રૂ. ૧૨૫.૦૦ લાખના ખર્ચે ૫.૨૫ કિ.મી. લંબાઈનો ફુલપુરા પિકઅપ સ્ટેન્ડ થી ગામડી નિસરતા ફળીયા રોડ, વગેલા ગામે રૂ. ૭૫.૯૨ લાખના ખર્ચે ૨.૧૦ કિ.મી. લંબાઈનો પેથાપુર વગેલા પંચાયત ઘર રોડ રસ્તાઓના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા સદસ્ય ,તાલુકા સદસ્યઓ,પાર્ટીના હોદ્દેદારો,સરપંચ ,કાર્યકરો,આગેવાનો, અધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા.

Share

Related posts

રાજ્ય કક્ષાએ પંચમહાલ જીલ્લા ફુટબોલ ખેલાડીઓની ટીમ સુપર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી

gujaratjanekta

હરમડિયા ગામના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે બે સિંહઓનું પેટ્રોલીંગ CCTV માં

gujaratjanekta

સપનાઓને વાસ્તવિક બનાવે છે યુવા અનસ્ટોપેબલ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial