Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ પોલીસે વેશ પલટો કરીને ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો

પંકજ પંડિત

ઝાલોદ પોલીસે પંદર વર્ષથી ફરાર આરોપીને પી.એસ.આઈ સિસોદિયાની ટીમે ઝડપી પાડયોઝાલોદ પોલીસ સ્ટેશનમા 2010 મા ટ્રેક્ટર દ્વારા બ્લાસ્ટીંગ સામગ્રીના ઉપયોગના ગુનામાં સંડોવાયેલ રાજુ રામલાલ ગુર્જર છેલ્લા પંદર વર્ષથી વોરન્ટની બજવણી કર્યા બાદ પણ હાજર થતો ન હતો તેથી ઝાલોદ કોર્ટ દ્વારા આ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. 2010 ના ગુનામાં સંડોવાયેલ આ આરોપીને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આદેશ આપવામાં આવેલ હતા જેને લઈ ઝાલોદ ડીવીઝનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ અને પી.આઈ રાઠવા દ્વારા ચોક્કસ રણનીતિ બનાવવામા આવેલ હતી.ઝાલોદ નગરના પી.એસ.આઇ સી.કે.સીસોદીયા આ ગુનામાં સંડોવાયેલ આરોપીની તપાસ કરવા માટે ઝાલોદ થી અંદાજીત 300 ઉપરાંત કિલોમીટર દૂર રાજસ્થાનમાં આવેલ ભીલવાડા મુકામે ચોક્કસ રણનીતિ બનાવી પોતાની સાથે હાજર પોલિસ સ્ટાફ પી.સી પ્રકાશ પુનિયા ,પી.સી પ્રગ્નેનેશ દસરથ ,પી.સી દિલીપ વાલજીને સાથે રાખી ગ્રામીણ વ્યક્તિનો વેશ ધારણ કર્યો હતો જેથી કોઈ ઓળખી ન શકે. ઝાલોદ પોલીસ ગ્રામીણ વ્યક્તિનો વેશ ધારણ કરી આરોપી રાજુ ગુર્જરને ત્યાં પહોંચી હતી. ત્યાં સ્થાનિક ભાષામાં વાતચીત કરી વાતો વાતોમાં આરોપીની ઓળખ કરી હતી. આરોપીની ઓળખ થઈ ગયા બાદ ઝાલોદ પી.એસ.આઈ સિસોદિયાની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. આમ ઝાલોદ પોલીસ દ્વારા માથે ફેંટો બાંધી ( વેશ પલટો કરી ) પંદર વર્ષ થી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.

Share

Related posts

ગુજરાતમાં 23 આઈએએસની બદલી, જાણો અમદાવાદના કલેક્ટર-એએમસીના કમિશનર તરીકે કોની નિયુક્તી

gujaratjanekta

ગુજરાતનું એવુ એક ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી !!

gujaratjanekta

ટીવી સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના જાણીતા અભિનેતા દિલીપ જોષી લુણાવાડાના મહેમાન બન્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial