Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને ગરમીમાં રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવ્યું

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં એસ.ટી ડેપો દ્વારા વધતી ગરમીને લઈને આવતા જતા મુસાફરો માટે હિટ વેવ થી બચવા માટે 8-9-10 તારીખના રોજ ઓ.આર.એસ અને છાશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાલ નગરમાં આકરો ઉનાળો ચાલી રહેલ છે અને આવા ઉનાળામાં મુસાફરો કામ અર્થે એસ.ટી બસ દ્વારા નિત્ય અવરજવર કરતા હોય છે. ત્યારે આવા આકરા ઉનાળામાં ગરમીમાં રાહત આપવા માટે ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા દ્વારા મુસાફરો માટે ફ્રી ઠંડી છાશ અને ઓ.આર.એસ મુસાફરોને આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં સમગ્ર એસ.ટી ડેપોમા ફરજ બજાવતા તમામ લોકોએ ખડે પગે સેવા આપી હતી. ગરમીના સમયમાં આવી સુંદર સેવાનો લાભ લેતા મુસાફરોના ચહેરા પર પણ અનેરો આનંદ જોવા મળતો હતો તેમજ ઝાલોદ ડેપોના આ સુંદર કાર્યને સહુ મુસાફરો દ્વારા સરહાના કરવામાં આવી હતી.

Share

Related posts

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ ઉપસ્થિતિમાં “સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાઈ

gujaratjanekta

GUJARAT માં ગુજરાતીના બદલે બંગાળી, હિન્દી, પંજાબી અને અન્ય ભાષામાં મતદાર યાદીમાં નામ !!?

gujaratjanekta

ઝાલોદ નગરમાં અનોખો ચોરીનો કિસ્સો નોંધાયો અંદાજીત 11 થી 12 લાખના મુદ્દામાલની ચોરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial