Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડોદરા : ડભોઈ તાલુકાનું અરનીયા ગામ હેરન નદીના પુરના પગલે સંપર્ક વિહોણું – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું છેવાળાનું અરનીયા ગામ હેરન નદીના પુરને પગલે સંપર્ક વિહોણું થયું છે. ભિલોડિયા અને અરનીયા ગામ વચ્ચે રોડ ઉપર પાણી ફરિવળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઇ તાલુકામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડી તુર બની છે. ત્યારે ડભોઇ માંથી પસાર થતી હેરણનદીમાં પૂર ની સ્થિતિને પગલે તાલુકાનું છેવાળાનું ગામ અરનીયા સંપર્ક વિહોણું બન્યું છે. અરનીયા ગામે 300 વસ્તી ધરાવતા ગ્રામજનો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે. હેરણ નદીના પાણી ભિલોડિયા અને અરનીયા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં છે. જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે રોજિંદી અવર જવર બંધ રહેતા 300 ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે. જેને પગલે હાલ અરનીયા ગામ ના લોકોની હાલાકીમાં વધારો થયો છે. તો શાળા એ બાળકો જઇ શકતા નથી. આમ અંદાજે 300 ઉપરાંત ગ્રામ જનોને ખાવાપીવાની સહિતની હાલાકી ભોગગવા મજબુર બન્યા છે.

Share

Related posts

પાટણની ચારેય વિધાનસભા બેઠક પર ભાજપનો વોટશેર વધ્યો , કોંગ્રેસનો ઘટ્યો

Admin

ગુજરાતમાં ચૂંટણીનો રંગ : કામરેજમાં અસમના સીએમ હિમંત બિશવા શર્માએ સભા સંબોધી

gujaratjanekta

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાનના જાત નિરીક્ષણ માટે મંત્રીશ્રી રાઘવજી પટેલ જિલ્લાની મુલાકાતે- જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial