Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના માંડલીખૂંટા ગામે અગમ્ય કારણોસર બે પ્રેમી પંખીડાઓએ જીવન ટૂંકાવ્યુ છોકરાના લગ્ન નક્કી થઈ જતાં ખેતરમા જઈ લીમડાની ડાળે લટકી બંને યુગલે જીવન ટૂંકાવ્યુ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના માંડલીખૂંટા ગામે અલગ અલગ ફળિયામાં રહેતા બે પ્રેમી પંખીડાઓએ બંનેના એક બીજા સાથે લગ્ન નહીં થાય તેવું લાગતા અંદાજીત ઉમર 21 વર્ષીય યુવક અને અંદાજીત 19 વર્ષીય યુવતીએ વહેલી સવારે ઉઠી એક ખેતરમા ચાલ્યા ગયા હતા તેવું સાંભળવા મળેલ છે. ખેતરમા જઈ આ બંને પ્રેમી પંખીડાએ એક ઝાડ પર ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હોવાની પ્રાથમિક જાણકારી મળેલ છે. સાંભળ્યા મળ્યા મુજબ યુવકના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયેલ હતા અને ટૂંક દિવસોમા યુવકના લગ્ન આવી રહેલ હતા. પરંતુ આ બંને પ્રેમી પંખીડાઓએ એક બીજા સાથે રહેવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહેલ હતું તેથી બંને પ્રેમી યુગલે આજરોજ વહેલી સવારે પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું.આ બંને યુગલ પોતાના ઘરે વહેલી સવારે ન જોવાતા બંનેના પરિવારજનો એ શોધખોળ આદરી હતી અને અંદાજીત આ ઘટના પોલિસને સવારે 9 વાગે ખબર પડતાં બંને યુગલને ઝાડ પર થી નીચે ઉતારી બંને યુગલને ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પી.એમ માટે લાવવામાં આવેલ હતા. આ સમગ્ર ઘટના હાલ સાંભળવા મળેલ મુજબ જ છે સાચી હકીકત પોલિસ તપાસ બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે.

Share

Related posts

ઝાલોદની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં એન.એન.એસ દિવસની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

ફતેપુરા મામલતદાર નો સપાટો ફતેપુરા તાલુકાના બલૈયા ગામે થી પસાર થતી ગેરકાયદેસર સફેદ રેતી ભરી બિનઅધિકૃત ટ્રક જપ્ત કરી

gujaratjanekta

ભલાણિયા ગામમાં MGVCL ના મીટર કનેક્શન વગર ખેતરના માલિકે ભૂંડના ત્રાસથી બચવા તારની વાડમાં કરંટ આપતા દાદા અને ભત્રીજાનું મોત !! : જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial