સોલંકી કિશોર
દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી દ્વારા પત્રકારો માટે જાહેરમાં અપમાનજનક શબ્દો બોલતા રાજકીય નેતા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતાં દાહોદ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.પત્રકાર એક પગારદાર કર્મચારી નથી, પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી, પત્રકારની કોઈ જાતિ કે કોઈ પાર્ટી પણ નથી. પત્રકાર તે પ્રજાની સમસ્યાઓ સરકાર અને તંત્ર સમક્ષ રજૂ કરવાનો સંકલ્પ ધારણ કરનાર છે. સરકારની યોજનાઓ અને કાર્યક્રમોને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કાર્ય પત્રકાર દ્વારા થાય છે. આમ, પત્રકાર પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી સમાન છે.તાજેતરના સમયમાં સુરતમાં ગેરકાયદેસર બાંધકામો સામે RTI અરજી કરનાર પત્રકાર વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી, તેના વિરોધમાં અમે નથી. છતાં, ગુજરાતના ગૃહ મંત્રી વારંવાર પત્રકારો માટે અપમાનજનક ટિપ્પણીઓ કરતા હોય છે, જે સાચા અને સન્માનનીય પત્રકારોની ઇજ્જત ઉપર ઘા સમાન છે. કોઈની પણ ઇજ્જત ઉછાળવાનો કાનૂની અધિકાર કોઈ મંત્રીએ રાખતો નથી.અમારું સંગઠન સેવાના કાર્ય સાથે જોડાયેલું છે. ત્યારે, ગૃહ મંત્રી કે અન્ય કોઈ મંત્રી પત્રકારો માટે જાહેરમાં અપમાનજનક ટિપ્પણીઓ કરે, તે અમારી સહનશક્તિની કસોટી સમાન છે. આવી નિંદા ક્યારેય સહન કરાય નહીં. રાજ્યના મુખ્યમંત્રી સાદગી અને હસમુખ સ્વભાવ ધરાવતા છે, જેને લઈ અમને ગર્વ છે. અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મંત્રીઓને પત્રકારો માટે અપમાનજનક ટિપ્પણીઓ ન કરવા સૂચન કરવા અને પત્રકારોના સન્માનની રક્ષા કરવા અનુરોધ કરી રહ્યાં છીએ.આ સંદર્ભે, આજે અમે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી, સત્તાવાર રીતે સરકાર સમક્ષ આ મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા અને પત્રકારોના હિતમાં યોગ્ય નિર્ણયો લેવામાં આવે તે માટે અનુરોધ કર્યો છે. લોકશાહીની ચોથી જાગીર સમાન પત્રકારોને ફરીથી અપમાનિત થવું ન પડે, તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે, તે અમારી મુખ્ય માંગ છે.

