પંકજ પંડિત
ઝાલોદ તાલુકાના કારઠ ગામે ખરસોડ ફળિયામાં કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર તથા અન્ય ખાતેદારોની મંજૂરી લીધા વિના સંયુક્ત માલિકીની જમીનમાંથી ૩૦ ગુંઠા જમીન એક ખાતેદાર પાસેથી બારોબાર વેચાણ રાખી તે જમીનમાં પાકુ ધાબાવાળું બે માળનું મકાન, મંદિર તથા બોર બનાવી જમીન પચાવી પાડી હોવાની એક ફરિયાદ લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકા ના કારઠ ગામના ખરસોડ ફળિયામાં રહેતા ૭૦ વર્ષીય જયંતીભાઈ નારજીભાઈ ડામોરની કારઠ ખરસોડ ફળિયામાં આવેલ સંયુક્ત માલિકીની ખાતા નં-૩૬૨ રે.સ.નં-૬૮/૧ વાળી જમીનમાંથી ૩૦ ગુંઠા જેટલી જમીન ૭૩ (એએ) નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની હોવા છતાં સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર તેમજ જયંતીભાઈ નારજીભાઈ ડામોરની સંયુક્ત માલિકીની હોવા છતાં તે તે માલિકીની જમીનના બધા ખાતેદારોની કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર તે પૈકીના એક ખાતેદાર નૂરાભાઈ શકજીભાઈ ડામોર પાસેથી કારઠ ગામના ખરસોડ ફળિયામાં રહેતા કાંતિભાઈ સોમજીભાઈ ડામોરે વેચાણ રાખી જયંતીભાઈ ડામોર કે જયંતીભાઈ ડામોરના છોકરાઓને તે જમીનમાં ખેતી કામ કરવા નહીં દઈ, તે જમીન ઉપર પાકુ ધાબાવાળું બે માળનું મકાન અને તેની બાજુમાં મંદિર તથા પાણીનો બોર પણ બનાવી દઈ જમીન પચાવી પાડી હતી. આ સંબંધે કારઠ ગામના ખરસોડ ફળિયામાં રહેતા જયંતીભાઈ નારજીભાઈ ડામોરે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ સંદર્ભે કારઠ ગામના ખરસોડ ફળિયામાં રહેતા કાંતિભાઈ સોમજીભાઈ ડામોર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ની કલમ ૩, ૪,૫(ઘ) મુજબ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતીજોકે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પોલીસ દ્વારા કાંતિ ભાઈની અટકાયત કરતા કાંતિ ભાઈના પુત્ર દ્વારા જયંતિ ભાઈ અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું પણ જયંતિ ભાઈના પુત્ર અનિલ ભાઈ ડામોર દ્વારા જણાવવામાં આવ્યું છે.

