ગોધરામાં ગત સપ્તાહે ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી ધર્મેશ મહારાજના શ્રીમુખે વાવડી – ગોધરા ખાતે શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરામાં ગત સપ્તાહ કૃષ્ણ ભક્તિમય રહ્યો. દરરોજ બપોરે 3 થી ૬ નગરના લોકોએ કૃષ્ણ લીલાઓનું દિવ્ય રસપાન કરી શાસ્ત્રીશ્રીની અમૃત વાણીનો અને કથાનો રસ ચાખી ભાવવિભોર બની કૃષ્ણ મય બન્યા હતા.

આ કથાના પ્રથમ દિવસે શાસ્ત્રીજીએ ભાગવતનું મહાત્મ્ય સમજાવ્યુ, કથા અને ભક્તિનું જીવનમાં શું મહત્વ છે, વક્તાનાં લક્ષણો શ્રોતાના લક્ષણો વિશેની વિસ્તૃત છણાવટ કરી, કથાના બિજા દિવસે કપીલ ભગવાનનું પ્રાગટ્ય, ત્રીજા દિવસે ભગવાન નાં ૨૪ ચોવીસ અવતારોની કથા તથા સૃષ્ટી ઉત્પતિની કથા, ચોથા દિવસે રામ અને કૃષ્ણ જન્મની કથા, કથાના પાંચમાં દિવસે મહારાજે ભગવાન બાલ કૃષ્ણ ની બાલ લીલાઓ ભાવાત્મક રીતેનું વર્ણન, છઠ્ઠા દિવસે ભગવાનનો રુક્ષમણીજી સાથે વિવાહની કથા તથા કથાના અંતિમ સાતમાં દિવસે શ્રીમદ ભાગવત શ્રવણના લાભ જેમાં રાજા પરિક્ષિત ને શુકદેવજી મહારાજે સાત દિવસની કથા સંભળાવી મોક્ષ અપાવ્યો તેમ આપને પણ જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવા નર માંથી નારાયણ બની ને નારાયણ માં કેમ ભળી જવાય આવો ઉત્તમ માર્ગ બતાવનારી તથા કલિયુગ એટલે કે કલેશના યુગમાં કલેશને પરિવારથી દુર કેવી રીતે રાખી શકાય તેના માટે શું કરવું જોઈએ આવી વિવેક બુદ્ધિ આપનારી શોક હરનારી ઉત્તમ કથા શ્રીમદ ભાગવતજી નું શાસ્ત્રી શ્રી ધર્મેશ મહારાજ દ્વારા સરળ ભાષામાં ઉદાહરણો દ્રષ્ટાંત સહીત સામાન્ય જન સમજી શકે તેવી શૈલીમાં સુંદર રીતે સાત દિવસ રસપાન કરાવ્યું હતું. જેનો લાભ ગોધરા અને તેની આજુબાજુની જનતાએ ખુબ મોટી સંખ્યામાં લીધો.

કથાના સાત દિવસ દરમ્યાન ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શ્રી શૈલેશભાઈ ઠાકર સાથે બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વ્યાસ પીઠના આશીર્વાદ લઇ વક્તાશ્રીનું સન્માન કર્યું. આ સાથે ગુરૂધામ આશ્રમ ગોધરાના મહંત શ્રી સાથે અન્ય પૂજ્ય સંતોની પણ પધરામણી થઇ હતી તેમજ સાથે સાથે વિવિધ સમાજના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો પણ કથામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ,પોથી પૂજન અને આરતી પ્રસાદનો લાભ લીધો હતો. કથાના અંતિમ દિવસે જશુભાઈ ગરાસીયા તરફથી મહાપ્રસાદનું આયોજન હતું. સદર કથાનું આયોજન સર્વે વાવડી વિસ્તારના ભક્તો તથા કૃષ્ણ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.

