Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ સ્પોર્ટસ

વિકાસ સપ્તાહની ક્વિઝ સ્પર્ધામાં માંડવીનો યુવાન રાજ્યમાં પ્રથમ- જાણો વધુ

વડાપ્રધાનના સુશાસનના ૨૩ વર્ષનાં સિમાચિહ્ન અંતર્ગત યોજાયેલી વિકાસ સપ્તાહ કિવઝ સ્પર્ધામાં માંડવીના યુવાને રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુશાસનના આ ૨૩ વર્ષના સિમાચિહ્ન અંતર્ગત ૭ થી ૧૫ ઓક્ટોબર વિકાસ સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહ ક્વિઝ સ્પર્ધામાં માંડવી નગર પાલિકાના સદસ્યા ગીતાબેન રાજગોરના પુત્ર અને મસ્કા ગામના તલાટી જયરાજ પંકજ રાજગોરનો દેશમાં ૮ મો અને ગુજરાતમા પ્રથમ ક્રમાંક આવતાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જયરાજને પુરસ્કૃત કરીને સન્માનિત કર્યા હતા.

વિકાસ સપ્તાહ વિઝ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૭૩,૦૦૦ યુવાઓએ ભાગ લીધો હતો. પ્રથમ ૧૦ વિજેતા જોડે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો અને દેશના વિકાસમાં યુવાનોની ભાગીદારી વિશે ચર્ચા કરી હતી. કચ્છમાંથી વિજેતા થયેલા જયરાજ રાજગોરને ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ અભિનંદન આપ્યા હતા.

Share

Related posts

જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા

gujaratjanekta

દાહોદ જિલ્લા ટ્રાફિક નિયમ અનુસરવા બાબત* *મોટરવાહન જાહેર સ્થળે ઉપયોગ કરવા માટે હેલ્મેટ પહેરવુ અનિવાર્ય

gujaratjanekta

પ્રાકૃતિક ખેતી શું છે… કરવા જેવી ખરી..? – શેરખીના ખેડૂત ઉપેન્દ્રસિંહ મહીડાના અનુભવ અને પ્રતિભાવથી મેળવો જવાબ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial