Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુરતનું ગૌરવ : સુરતની આ મહિલા પોલીસ કર્મી છે જેણે દેશનું નામ કર્યું રોશન

એક સામાન્ય પરિવારની દીકરી છે પ્રીતિ નાનજીભાઈ પટેલ,સુરતના ઉધના વિસ્તારમાં એક નાનકડા મકાનમાં રહે છે,સામાન્ય જીવન જીવે છે અને નોકરી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે, માતા પિતાએ ઓછું શિક્ષણ મેળવ્યું હોવા છતાં, આ પરિવારના બાકીના તમામ સભ્યોને શિક્ષિત કરાયા છે અને પોતાના પગ ઉપર ઉભા કરી દીધા છે, તેમાંથી એક છે પ્રીતિ પટેલ જે આજે સુરત પોલીસમાં ફરજ બજવે છે અને હેડ ક્વોટર્સ માં નોકરી કરે છે, સાથે સાથે અલગ અલગ રમતો રમી ને સુરત, ગુજરાત અને દેશનું નામ પણ રોશન કરી રહી છે.

 

 

પ્રીતિ પટેલ અત્યાર સુધીમાં હેન્ડ બોલ, જુડો, શોટ પટ, ક્રિકેટ રમી ચુકી છે અને મેડલ સાથે સાથે સર્ટિફિકેટ મેળવી ચુકી છે, અને હાલમાં પ્રીતિ ડ્રેગન બોટ રેસની રમત રમી રહી છે અને ભારત દેશની ટીમમાં શામેલ છે અને સાથે સાથે મેડલ પણ જીતી રહી છે. પ્રિતી કેરલામાં આ રમત રમી હતી અને ત્યારબાદ એશિયન ગેમમાં પણ સિલેક્ટ થઈ હતી. અને સાથે જ એશિયન ગેમ્સમાં મહારાષ્ટ્રમાં રમી છે. સૌથી સારો અને અઘરો અનુભવ થાઈલેન્ડનો રહ્યો જેમાં પ્રિતીએ ડ્રેગન બોટ જીતી ઇન્ડિયાને બે બ્રોન્ઝ મેડલ અપાવ્યા. આ તમામ સફરમાં પ્રીતિ પટેલે પોતાના ગુરુ સીમા અને સાથે જ સાથ સહકાર આપનાર મદદરૂપ થનાર સુરત શહેર પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર મલ સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે..

Share

Related posts

શું આ રીતે ભણશે ગુજરાત ? શિક્ષણ મેળવવું હોય અને સંજીવની દૂધ પીવું હોય તો કામ કરવુ પડે- જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાં કરવામાં આવેલ ગૌહત્યાના વિરોધમાં ફતેપુરા સહિત સુખસરમાં સ્વૈચ્છિક બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો

gujaratjanekta

ગોધરા મુસ્લિમ સમાજ વકફ (શુરા)ના આગેવાનોનુ નુપુર શર્મા સામે તાત્કાલિક કાયદેસર ના પગલા લેવા આવેદન પત્ર આપવામા આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial