Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

2025 માં ગુજરાતને મળી શકે છે વધુ એક નવો જીલ્લો : જાણો ક્યાં જિલ્લાને બે ભાગમાં વહેંચવાની કેબિનેટ બેઠકમાં ચર્ચા!!

મળતી માહિતી પ્રમાણે નવા વર્ષે ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા અંગે ચર્ચા થઈ છે. કેબિનેટ બેઠકમાં જિલ્લાના બે ભાગ કરવા અંગે ચર્ચા થયા બાદ હવે મુખ્યમંત્રી કક્ષાએથી જાહેરાત કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. સૂત્રોનું માનીએ તો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લામું મુખ્ય મથક રહેશે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત આજે સાંજે 4 વાગ્યે થઈ શકે છે.

કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનની ચર્ચા વચ્ચે આ જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની પણ માંગ છે. વાસ્તવમાં બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલા તાલુકા આવેલા છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકા છે.

Share

Related posts

‘કૂતરા પર કૂતરા’, હવે ભાજપ નેતા રામેશ્વર શર્માએ મલ્લિકાર્જુન ખડગેને કહ્યા ‘સોનિયાનો કૂતરો’

Admin

પંચમહાલ જિલ્લા ના શેહરા રેન્જ ફોરેસ્ટ ઓફિસ માં ચાલતી લાલીયાવેરી!!

gujaratjanekta

ગોધરા શહેર પોલન બજાર કેસરી ચોક ખાતે સુરક્ષા સેતુ સોસાયટી(પોલીસ) તથા ગોધરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા “SAY NO TO DRUGS”નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial