Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ હિન્દુ સમાજ દ્વારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવીહનુમાન ચાલીસાના પાઠનું પઠન પણ કરવામાં આવ્યું

 

પંકજ પંડિત

હિન્દુ સમાજ દ્વારા મીઠાચોક વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્રાંગણમાં તુલસી દિવસ નિમિત્તે તુલસીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજના પવિત્ર દિવસે ઉપસ્થિત સહુ લોકોએ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતી તુલસી માતાની પૂજા કરી હતી. તુલસીને માઁ નુ સ્વરૂપ આપનાર સનાતન ધર્મમા તેની ખૂબ જ મહિમા વર્ણવવામા આવી છે. તુલસી માતાનું પૂજન ઘણા હિન્દુ ઘરોમાં રોજ કરવામાં આવે છે. તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ, સમૃદ્ધિ આવે છે. તુલસી દિવસ મનાવવાની શરૂઆત સાધુ સંતો દ્વારા 2014 માં કરવામાં આવી હતી. હિન્દુ સમાજને એક રાખવા તેમજ દરેક હિન્દુઓ આ દિવસે ફક્ત સનાતન ધર્મ અને સંસ્કૃતિની જ વાત દરેક હિંદુઓ કરે તેમજ પોતાના હિન્દુ ધર્મ થી હિન્દુ સમાજ વિખૂટો ન પડે તેવા પવિત્ર ઉદ્દેશ સાથે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સહુ પ્રથમ મીઠાચોકના પ્રાંગણમાં તુલસી માતાની પૂજા, ભગવાન શ્રી રામ અને હનુમાનજી ની પૂજા દીવો પ્રાગટ્ય કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહંત શ્રી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સહુ લોકોએ પણ તુલસી માતાની પૂજા કરી હતી. ઉપસ્થિત સહુ ઉપસ્થિત હિન્દુ સમાજના લોકો દ્વારા ભજન અને હનુમાન ચાલીસાની રમઝટ બોલાવી હતી. થોડીક વારમાં તો ઉપસ્થિત સહુ લોકો ભક્તિના રસમા લીન થઈ ગયા હતા. મોટા પ્રમાણમા હિન્દુ સમાજની ઉપસ્થિતિ હિન્દુ સમાજની એકતા દર્શાવતી હતી. છેલ્લે આરતી કરી તુલસી દિવસનું સમાપન કર્યું હતું. જતા જતા સહુ લોકોએ છેલ્લે જય શ્રી રામના નારા તેમજ સનાતન ધર્મ કી જય જેવા નાદ થી વાતાવરણ ગુંજાવી દીધું હતું.

Share

Related posts

જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

gujaratjanekta

ગોધરા ખાતે રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આઈ.ટી.આઈ.આચાર્યશ્રીઓ સાથે બેઠક યોજાઇ

gujaratjanekta

વડોદરામાં કોરોનાના નવા વેરિઅન્ટ BF.7ને લઈને જાણો શું કરાઈ છે વ્યવસ્થા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial