Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ડોમેસ્ટિક એરપોર્ટના સર્વે મુદ્દે ઝાલોદ આપ પાર્ટી મેદાને/કામ બંધ કરાવવા મુખ્યમંત્રીશ્રી સુધી પાર્ટીએ કરી રજૂઆત

પંકજ પંડિત

ત્યારે ઝાલોદ આપ પાર્ટીએ પોતાની રજૂઆતમા જણાવ્યુ હતુ કે,હાલ જે ડોમેસ્ટિક એરપોર્ટની કામગીરી ઝાલોદ તાલુકામાં કરવામા આવનાર છે. જેનો હાલ ઝાલોદ તાલુકાના ગુલતોરા, શારદા, ટાઢાગોળા, છાયણ આમ કુલ ચાર ગામના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. છતાં ત્યાંની જંગલની જમીનમાં સર્વે કરીને કામ કરવાના ઇરાદાએ ભવિષ્યમાં ત્યાં ના સ્થાનિક લોકોની જમીન એરપોર્ટનો વિકાસ કરીને પચાવી પાડવાની ભીતિ સેવાઈ રહી છે. જયારે અમારો સમાજ એટલો સક્ષમ નથી કે, એરપોર્ટનો લાભ લઇ શકે. માટે આ સરકારશ્રીને અમારી વિનતી છે કે, આ પ્રકારના વિકાસની અમારા વિસ્તારને જરૂર નથી. જો સરકાર વિકાસ કરવામાં કે ખરેખર આદિવાસી વિસ્તારનો વિકાસ ઈચ્છતી હોય તો પહેલા ખેતી માટે સિંચાઈ, યુવાઓ માટે રોજગારી અને મજૂરી કામઅર્થે અલગ અલગ શહેરોમાં ગયેલાઓને રહેવાની સગવડ પૂરી પાડે તેવી માંગ કરાઈ હતી. જો આ ડોમેસ્ટિક એરપોર્ટનો પ્લાન રોકવામાં નહિ આવે તો આવનાર સમયમાં મોટા આંદોલનો થશે અને વિરોધ પ્રદર્શન કરીને ધરણા કરાશે તેવી ચિમકી ઉચ્ચારાઈ હતી. જેની સરકારશ્રીએ ગંભીર નોંધ લેવા વિનંતી કરાઈ હતી.
એક મહિના પહેલાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નેશનલ હાઇવે 56ને અડીને આવેલાં 4 ગામમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે ભૌગોલિક પરિસ્થિતિ જાણવા માટે સરવે કરવા માટે 4190 એકર જમીનનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આ સરવેની કામગીરીને લઈ 5 ગામ (શારદા, ટાઢાગોળા, ગુલતોરા, કાળી અને છાયણ ગામ) ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.ત્યારે ખેડુતોને ભય છે કે તેઓ ખેતી ઉપર જ નિર્ભય હોવાથી ખેતીથી વંચિત થઇ જશે અને ભુખમરી જેવી સમસ્યામા જીવવા મજબુર બની જશેસર્વેને લઈ ખેડૂતો કેમ વિફર્યા? તેમની માંગ શું છે? સરકાર વળતર આપે છતાં કેમ ખેડૂતો માનવા તૈયાર નથી.? જેવા અનેક ગંભીર પ્રશ્ર્નો હાલ યથાવત સ્થિતીમા જણાય આવે છે…

Share

Related posts

ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી પાસે કાર અવરજવર કરતા ઢાળ પર ખાબકી:જાનહાનિ ટળી

gujaratjanekta

અખિલ ભારતીય ગાયત્રી પરિવાર લીમડી દ્રવારા ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

દાહોદ તાલુકાના બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ માં ત્રણ દિવસ યોગા(CHO)કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial