સંકેત પંડ્યા – એડિટર
કમરતોડ મોંઘવારી વચ્ચે જો તમે પણ કોઇ જગ્યાએ ફરવા જવાની ઇચ્છા ધરાવતા હોય પરંતુ બજેટ પરવડે તેમ ના હોય તો તમારા માટે એક ખુશખબર છે. હવે તમે માત્ર 26 રૂપિયામાં હવાઇ યાત્રાનો લાભ લઇ શકશો. જી હા, વાસ્તવમાં વિયતનામની એવિએશન કંપની વિયતજેટ એક છપ્પરફાડ ઓફર લઇને આવી છે. વિયતજેટ આ ઓફર ચીની વેલેન્ટાઇન્સ ડેના રૂપમાં મનાવાતા ડબલ 7 ફેસ્ટિવલના અવસરે લઇને આવી છે. આ ઓફર અંતર્ગત હવાઇયાત્રી માત્ર 26 રૂપિયામાં હવાઇ યાત્રાનો આનંદ માણી શકશે.
26 રૂપિયામાં મળે છે ટિકિટ
વિયતજેટ અત્યારે ગોલ્ડન વીક મનાવી રહ્યું છે. આ પ્રસંગે વિયતનામની એરલાઇન્સ વિયતજેટ 7,77,777 ઉડાનોની સાથે ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રી ટિકિટ પર આ છૂટ આપી રહી છે. વિયતજેટ જુલાઇમાં ડબલ 7/7 દિવસના સન્માનમાં આ ધમાકેદાર ઓફર આપી રહી છે. આ ઑફર અંતર્ગત યાત્રી ઘરેલુ ઉડાનોની સાથે આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે 7 જુલાઇથી 13 જુલાઇ, 2022 સુધી બુકિંગ કરાવી શકે છે. ઉડાનની અવધિ 15 ઓગસ્ટ 2022 થી 26 માર્ચ, 2023 સુધી રહેશે. તેમાં નેશનલ હોલિડે સામેલ છે.
વિયતજેટ એરલાઇન્સ અનુસાર, આ ટિકિટ્સની કિંમત 7,700 વિયતનામી ડોંગથી શરૂ થઇ રહી છે. જો ભારતીય ચલણ સાથે વિયતનામી ડોંગની તુલના કરવામાં આવે તો એક વિયતનામ ડોંગ એટલે કે 0.0034 રૂપિયા બરાબર છે. આ રીતે 7.700 ડોગ ભારતીય ચલણમાં 26.08 રૂપિયા થશે.
આ રૂટ્સ પર ફ્લાઇટ મળે છે
વર્તમાનમાં વિયતજેટ નવી દિલ્હી, મુંબઇ-હનોઇ અને નવી દિલ્હી/મુંબઇથી હો ચી મિન્હ સિટી સહિત વિયતનામ અને ભારત વચ્ચે ચાર સેવાઓ સંચાલિત કરે છે. આ રૂટ પર દર સપ્તાહે ત્રણથી ચાર ફ્લાઇટ્સની ફ્રીકવન્સી છે.

