Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા એસ.પી ઝાલા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી માટે ઝાલોદના બે પોલિસ કર્મચારીઓનુ સન્માન કરવામાં આવ્યું

પંકજ પંડિત

દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા તારીખ 17-11-2024 રવિવારના રોજ ક્રાઇમ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ દરમિયાન દાહોદ જિલ્લામાં અલગ અલગ ક્રાઇમને લગતા ગુનાઓમા જે પોલિસ કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી તે દરેક લોકોનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉત્કૃષ્ટ કામગીરીમાં ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ રાઠવા તેમજ પો.કો વિક્રમસિંહ ને તાજેતરમાં ધાવડીયા ચેક પોસ્ટ પર પોલિસ દ્વારા તારીખ 23-10-2024 ના રોજ ચેકિંગ કરવામા આવી રહેલ હતું તે દરમિયાન અફીણના પોષડોડા કુલ 22 થેલા ઝડપી પાડવામા સફળતા મેળવી હતી જેની અંદાજિત કિંમત 12,95,760 રૂપિયા હતી. આ કેસમાં આંતર રાજ્ય મધ્યપ્રદેશ થી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગેરકાયદેસર હેરાફેરી કરાવનાર 5 સૂત્રધારોને ઝડપી પાડવાનું પ્રસંસનીય કામગીરી કરેલ હતી તેને દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા પ્રમાણપત્ર આપી આ કામગીરીને બિરદાવી હતી જેથી ભવિષ્યમાં પણ પોલિસ સતત આવી સુંદર કામગીરી કરતા રહે.

Share

Related posts

માંડવીમાં નવરાત્રી પંડાલમાં પોલિસ દ્વારા બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ બાદ પ્રવેશ

gujaratjanekta

ઝાલોદ નગરના મુસ્લિમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં તાજીયાને તળાવમાં ઠંડા કરવામાં આવ્યા

gujaratjanekta

શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ: જામનગર જિલ્લા પંચાયતના કર્મચારી સામે પત્નીએ મારઝૂડની ફરિયાદ નોંધાવતા ચકચાર

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial