સોલંકી કિશોરસિંહ,
એક યુવતીના અસ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં whatsapp પર સ્ટેટસ તથા instagram માં વાયરલ કરતા આરોપીને તારાપુર આણંદ થી પકડી સાયબર ક્રાઇમ પોલીસ દાહોદ. મે નાયબ પોલીસ મહાન નિરીક્ષક આર.વી.અસારી શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા ના હોય એ જિલ્લામાં ઓનલાઇન રોડ તથા સાઇબર ક્રાઇમ ના ગુનાઓથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહી પોલીસને આવા ગુનાઓ આચારનારાઓને પકડવા અને તેઓ પર અંકુશ લાવવા સારું પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે મે. પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી જે.પી ભંડારી સાહેબ નાઓએ સાઇબર ક્રાઈમના ગુનાઓ ડિટેક્ટ કરવા સારું ડી.ડી. પઢીયાર પોલીસ ઇન્સ્પેક્ટર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.અત્રે ના દાહોદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દાહોદ એ પાર્ટ ગુના રજીસ્ટર નંબર.૧૧૮૨૧૦૨૪૦૦૧૩/૨૦૨૪ આઈ. ટી. એકટ કલમ -૬૬(સી),૬૬(ઈ),૬૭,૬૭(એ) મુજબનું ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જેમાં આ કામના આરોપી સુનિલભાઈ અંબુભાઈ પરમાર ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી રહી તારાપુર આણંદનાઓને ફરિયાદી બહેન સાથે પ્રેમ સંબંધ હોતી આરોપી એ ફરિયાદીને મોબાઇલ ફોન અને સીમકાર્ડ આપેલ અને તે પછી બંને વચ્ચે ઝઘડો તકરાર તથા આરોપીએ ફરેદી બેન પાસેથી મોબાઇલ ફોન પરત લીધેલ અને તે મોબાઇલ ફોન દ્વારા આરોપીએ whatsapp પર સ્ટેટસ તથા instagram માં ફરિયાદી બહેનના અશ્લીલ ફોટા વિડિયો અપલોડ કરી યુવતીની રજીસ્ટાને લાંચન લગાડી તેમજ માનસિક રીતે પરેશાન કરી ગુનો કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પઢીયાર અને તેમની ટીમ સાથે વર્કઆઉટ કરી ટેકનિકલ એનાલિસિસ કરી આરોપી આણંદ જિલ્લાના તારાપુર ખાતે પકડી પાડવામાં સફળતા મળેલ છે. અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

